T20 વર્લ્ડ કપ 2026: એકપણ રૂપિયો ખર્ચ્યા વગર લાઇવ જોઈ શકશો ભારતની તમામ મેચ, જાણો કેવી રીતે

T20 વર્લ્ડ કપ 2026: એકપણ રૂપિયો ખર્ચ્યા વગર લાઇવ જોઈ શકશો ભારતની તમામ મેચ, જાણો કેવી રીતે

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ટી20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. જેની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. ભારતીય ટીમના ગ્રુપમાં યુએસએ, નામીબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સની ટીમો છે.

ટી20 વર્લ્ડ કપ 2026 લાઈવ મેચ
ટી20 વર્લ્ડ કપ 2026 લાઈવ મેચ

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. જેની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. ભારતીય ટીમના ગ્રુપમાં યુએસએ, નામીબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સની ટીમો છે. ટીમ ઇન્ડિયા શનિવારે પોતાના અભિયાનની શરૂઆત યુએસએ સામેની મેચથી કરશે. ભારત અને પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં છે. પરંતુ પાકિસ્તાન સરકારે ભારત સામે મેચ રમવાથી ઇનકાર કરી દીધો છે. જોકે, આઈસીસી પાસે હજુ સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કોઈ સત્તાવાર જાણકારી આવી નથી. એવામાં આશા કરવામાં આવી રહી છે કે, પાકિસ્તાન નાટક કરી રહ્યું છે અને તે ભારત સામે અણીના સમયે પોતાની ટીમ ઉતારવાની જાહેરાત કરશે.

ટી20 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોય ત્યારે રોમાંચ પોતાની ચરમસીમા પર પહોંચી જાય છે. આ મેચના પ્રસારણનો અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. પણ ઘણા ફેન્સ જાણવા માંગે છે કે શું તેઓ આ મેચ ફ્રીમાં જોઈ શકે? તો તેનો જવાબ છે – હા, તમે આ સુપરહિટ મેચ ઘરે બેઠા તમારા ટેલિવિઝન સ્ક્રીન પર ફ્રીમાં જોઈ શકો છો.

લોકો એ પણ જાણવા માંગે છે કે શું ભારત-પાકિસ્તાન મેચનું લાઈવ ટેલિકાસ્ટ ડીડી સ્પોર્ટ્સ, ડીડી ફ્રી ડિશ અને દૂરદર્શન નેશનલ ટીવી પર થશે? તો તેનો પણ જવાબ છે – હા. ફેન્સ આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર ફ્રીમાં જોઈ શકે છે. આ ચેનલ પર પણ લાઇવ પ્રસારણ કરવામાં આવશે. અહીં ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડીડી સ્પોર્ટ્સ HD માત્ર એ મેચોનું ટેલિકાસ્ટ કરશે જેમાં ભારતીય ટીમ રમે છે. એટલે કે, ભારતની તમામ મેચો આ ચેનલ પર ફ્રીમાં જોઈ શકાય છે. જેની પાસે ડીડી ફ્રી ડિશ છે, એ યુઝર્સ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ટી20 વર્લ્ડ કપમાં ભારતના બધી મેચ જોઈ શકે છે.

મોબાઈલ યુઝર્સ ટી20 વર્લ્ડ કપની મેચ જિયો હોટસ્ટાર પર જોઈ શકે છે, જ્યાં વર્ટિકલ લાઈવ ફીડ મળશે. અહીં હિન્દી અને અંગ્રેજી – બંને ભાષામાં કોમેન્ટ્રી ઉપલબ્ધ રહેશે. ટીવી અને ડિજિટલ સિવાય, રેડિયો પર પણ આકાશવાણી એટલે કે ઓલ ઈન્ડિયા રેડિયો પર ટી20 વર્લ્ડ કપના મેચની લાઈવ કોમેન્ટ્રી સાંભળી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *