ચાંદીના ભાવમાં એક જ સપ્તાહમાં ₹1.60 લાખનો કડાકો

ચાંદીના ભાવમાં એક જ સપ્તાહમાં ₹1.60 લાખનો કડાકો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


સોના અને ચાંદીના બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મસમોટો ઘટાડો જોવા મળ્યો હતો. શનિવારે બજાર બંધ થયું ત્યારથી સોમવાર સુધીમાં ભાવમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 60 હજાર રૂપિયાનો કડાકો બોલાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. સોમવારે એક કિલો ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા પર પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ ચાંદીના ભાવમાં 1,60,000 રૂપિયા જેટલો જંગી ઘટાડો થયો છે. બીજી તરફ, 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં પણ 12 હજાર રૂપિયાનો ઘટાડો થતા સોનું 1,50,000 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ભાવમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ બજેટની જાહેરાતો અને યૂએસ માર્કેટમાં ચાલી રહેલી હલચલ સહિતના વિવિધ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *