15 લાખના ખર્ચે આદિવાસીઓએ દેવોની પેઢી બદલી

15 લાખના ખર્ચે આદિવાસીઓએ દેવોની પેઢી બદલી

બ્લોગ BLOG
Spread the love



છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય પોતાની સદીઓ જૂની પરંપરા ‘ઇન્દ’ના ઉત્સવની ઉજવણી કરી. કવાંટ તાલુકાના બૈડિયા ગામમાં 90 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો પ્રસંગ ઉજવાયો, જેમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી આખું ગામ એકતાના તાંતણે બંધાયું. ગામમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને દરેક પરિવારે 3500 રૂપિયાનો ફાળો આપ્યો અને 15 લાખના ખર્ચે 10 દિવસનો ‘ગામ ગોંદરીયો ઇન્દ’ ઉત્સવ મનાવાયો. જ્યારે આ દેવોના આયખા એટલે કે સ્થાપન જીર્ણ થાય, ત્યારે તેને વિધિવત રીતે બદલવામાં આવે છે, જેને દેવોની પેઢી બદલી કહેવાય છે. બળવા પાસે પૂડી જોવડાવીને શ્રદ્ધાપૂર્વક નવીનીકરણ કરવામાં આવે છે. બૈડિયા ગામે આ ઇતિહાસ 90 વર્ષ બાદ ફરી જીવંત થયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *