Farming Information: ખેડૂતની સફળતાનું રહસ્ય! 25 વીઘામાં કેળાનું વાવેતર, વીઘે 3 લાખ સુધીની આવક

Farming Information: ખેડૂતની સફળતાનું રહસ્ય! 25 વીઘામાં કેળાનું વાવેતર, વીઘે 3 લાખ સુધીની આવક

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

banana farming: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાળાએ કેળાના આધુનિક અને વૈજ્ઞાનિક વાવેતર દ્વારા ખેતીને નફાકારક વ્યવસાયમાં રૂપાંતરિત કરી છે. 25 વીઘા જમીનમાં કેળાની ખેતી કરીને તેઓ દર વીઘે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

+

ખેડૂતની

ખેડૂતની કેળાની ખેતીમાં સફળતા

અમરેલી: અમરેલી જિલ્લો હંમેશા ખેતી ક્ષેત્રે નવી દિશા બતાવતો રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાળા કેળાના આધુનિક અને વૈજ્ઞાનિક વાવેતર દ્વારા આજે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમની ખેતી માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ આસપાસના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે.

હર્ષદભાઈ ભાલાળાએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીને વ્યવસાયિક દૃષ્ટિકોણથી અપનાવી છે. છેલ્લા સાત વર્ષથી તેઓ સતત કેળાનું વાવેતર કરી રહ્યા છે. હાલ તેઓ કુલ 25 વીઘા જમીનમાં કેળાનું વાવેતર કરે છે, જેમાંથી દર વીઘે 2.50 લાખથી 3.50 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. આ આંકડા આજના સમયમાં ખેતીને નફાકારક વ્યવસાય તરીકે દર્શાવે છે.

હાલ દાધીયા ગામના ખેતરમાં 15 થી 18 ફૂટ ઊંચાઈ ધરાવતો કેળાનો પાક જોવા મળી રહ્યો છે. ખેતરના આ હરિયાળું અને મજબૂત દ્રશ્ય કોઈને પણ આશ્ચર્યચકિત કરી દેશે. અહીં એક વીઘામાં આશરે 700 કેળાના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં દરેક છોડ પર સરેરાશ 30 થી 55 કિલોગ્રામના ફળ આવે છે. દરેક છોડની ઊંચાઈ 12 થી 18 ફૂટ સુધી પહોંચી શકે છે અને તેનો થડ નારિયેળના થડ જેવો મજબૂત હોય છે.

હર્ષદભાઈએ જણાવ્યું કે યોગ્ય ખાતર વ્યવસ્થા, સમયસર સિંચાઈ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને સતત દેખરેખના કારણે કેળાની ગુણવત્તા ઉત્તમ મળે છે. આ ગુણવત્તાના કારણે બજારમાં તેમના કેળાની વિશેષ માંગ છે અને તેનાથી ઊંચા ભાવ પ્રાપ્ત થાય છે. હાલ એક લૂમના ભાવ 300 થી 500 રૂપિયા મળે છે. એક વીઘામાં સરેરાશ 600 થી 900 મણ ઉત્પાદન થાય છે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ આવકનું સ્ત્રોત બને છે.

આ પણ વાંચો: ઘઉંના પાકમાં સમયસર પિયત નહીં આપો તો ઉત્પાદન ઘટશે, કૃષિ નિષ્ણાતોની ચેતવણી

હાલ દરરોજ આશરે 200 કિલોગ્રામ કેળાની હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે. આ કેળા મુખ્યત્વે સુરત મોકલવામાં આવે છે, તેમજ જેતપુર અને અન્ય શહેરોમાં પણ વેચાણ માટે મોકલવામાં આવે છે. બજારમાં સતત માંગ અને યોગ્ય ભાવ મળતા હોવાથી કેળાનું વાવેતર હર્ષદભાઈ માટે સ્થિર અને વિશ્વસનીય આવકનું સાધન બન્યું છે. હર્ષદભાઈ ભાલાળાની સફળતા એ સાબિત કરે છે કે જો ખેતીમાં આધુનિક વિચારસરણી, શિક્ષણનો ઉપયોગ અને સતત મહેનત જોડાય, તો ખેતી પણ સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે છે. તેમની આ સફળતા અમરેલી જિલ્લાના યુવા ખેડૂતોને ખેતી તરફ વળવા માટે નવી આશા અને પ્રેરણા પૂરી પાડી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *