દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર તંત્રએ રોક લગાવી છે. દેવભૂમિ દ્વારકા અધિક જીલ્લા કલેકટરે આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મહત્વનું છે કે સમુદ્ર તટથી ત્રણ તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુ માંથી ફકત બે ટાપુ પર જ માનવ વસાહત છે. બાકીના ટાપુઓ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યસ્થાને ધ્યાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તા.25/01/2026 થી તા.25/03/2026 સુધી યથાવત રહેશે.
Source link
