Final Up to date:
અમિત ખૂંટ આપઘાત કેસને લઈને અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. જેથી ટૂંક સમયમાં હવે તે જેલમુક્ત થશે.
રાજકોટ: ચકચારી અમિત ખૂંટના આપઘાત કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટ દ્વારા અમિત ખૂંટ આપઘાત કેસને લઈને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં હવે રાજદીપસિંહ જેલમાંથી મુક્ત થશે. છેલ્લા કેટલાય સમયથી આ કેસને લઈને ચકચાર મચી જવા પામી છે. ત્યારે વધુમાં આ કેસમાં રાજદીપસિંહને જામીન પણ મળી ગયા છે. જે મુદ્દો એક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

