Final Up to date:
અમદાવાદની સંત કબીરની ત્રણ બ્રાંચ, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
અમદાવાદ: શહેરની બે જાણીતી સ્કૂલને આજે (23મી જાન્યુઆરી) વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાંચ, DPS બોપલ અને સેન્ટ ઝેવિયર્સ લોયોલાને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. આ સાથે સાયબરની ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. ધમકી મળતા વાલીઓને જાણ કરીને વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આજે સવારે શહેરની સંત કબીરની ત્રણ બ્રાંચ, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઇમેઇલ મળતાની સાથે જ ગણતરીના સમયમાં જ શાળા વહીવટી તંત્રે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે સ્કૂલો દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે બાદ વાન અને વાલીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બાળકોને સલામત રીતે ઘરે લઈ જવામાં આવી રહ્યા છે.
ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શાળાઓ પર પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા શાળાના ક્લાસરૂમ, મેદાન અને લોબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બીડીએસની ટીમે જણાવ્યું છે કે, સતર્કતાના ભાગરૂપે શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે. હજી કોઈ શાળામાંથી કાંઈપણ વાંધાજનક વસ્તુ મળી નથી. જેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી.
Ahmedabad,Gujarat

