વધુમાં અનાર પટેલે સ્ટેજ પરથી કહ્યું કે, “આપણી પાસે શક્તિ છે, સંપત્તિ છે, પટેલ સમાજ પાસે શું નથી? પરંતુ સાચી તાકાત એકતામાં છે. જેથી આપણે સંગઠિત રહેશું તો જ ઇતિહાસ રચી શકીશું.” અનાર પટેલે નરેશ પટેલના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે, પરંતુ પટેલોને એકજૂટ કરવું મુશ્કેલ છે.” છતાં પણ નરેશભાઈ પટેલે પટેલ સમાજને એકત્રિત કરીને બતાવ્યું છે, જે તેમની નેતૃત્વ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.

