ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને ‘ચાર ચાર બંગડીવાળી’ ફેમ કિંજલ દવે (Kinjal Dave) અને બિઝનેસમેન ધ્રુવીન શાહ (Dhruvin Shah)ની સગાઈ બાદ ગયા 20મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક ભવ્ય રિસેપ્શન (Reception) નું આયોજન કરવામાં આવ્યું હતું.
કિંજલ દવે (Kinjal Dave) અને બિઝનેસમેન ધ્રુવીન શાહ (Dhruvin Shah) નું અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી પ્રતિષ્ઠિત YMCA ક્લબ ખાતે યોજાયેલા આ પ્રસંગમાં ગુજરાતી કલાકારો પણ હાજર રહ્યા હતા, અને કપલને નવી શરૂઆત કરવા પર શુભેચ્છા પાઠવી હતી, અહીં જુઓ ફોટા અને વિડીયો
કિંજલ દવે અને ધ્રુવીન શાહ એન્ગેજમેન્ટ રિસેપ્શન
કિંજલ દવે અને ધ્રુવીન શાહનું ભવ્ય રિસ્પેશન અમદાવામાં રાખવામાં આવ્યું હતું, લાલ રંગની સાડીમાં સજ્જ કિંજલ દવે અને ધ્રુવીન શાહની જોડીએ મહેમાનોના દિલ જીતી લીધા હતા. રિસેપ્શનમાં કિંજલ દવેએ પરંપરાગત અને આધુનિક લુકના સંગમ સમાન લાલ કલરની સાડી પહેરી હતી, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. ધ્રુવીન શાહ સાથેની તેની ગ્રાન્ડ એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગ માત્ર એક પારિવારિક ઉત્સવ ન બની રહેતા ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું.
કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારી, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, જીગ્નેશ બારોટ (કવિરાજ) જેવા નામી ગાયકોએ હાજરી આપી હતી. આ ઉપરાંત હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને આરોહી પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકપ્રિય ‘ખજૂરભાઈ’ ઉર્ફે નીતિન જાની, તરુણ જાની, ‘લાલો’ ફિલ્મની ટીમ તેમજ જતીન અને પાર્થ પણ આ ખુશીના અવસરમાં સહભાગી થયા હતા.
ગુજરાતી સેલિબ્રેટીઓ ભેગા થાય અને ગરબા ન થાય તે અશક્ય છે. રિસેપ્શનના અંતે કિંજલ દવે, ધ્રુવીન શાહ અને ઉપસ્થિત તમામ કલાકારોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.
કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025 ના રોજ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી, જેનો વીડિયો તેણે ફેસબુક પર શેર કરીને સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, આ સગાઈ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
