પૂરપાટ ઝડપથી આવેલા સ્કૂટર ચાલકે સાઈકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને અડફેટે લીધો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કૂટર ચાલક એટલી ગતિમાં હતો કે તેનું કોઈ જ નિયંત્રણ નહોતું. તેણે પહેલાં સાઈકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો અને બાદમાં પોતે પણ ગબડીને રોડ પર પડ્યો હતો. ઘટના દ્વારકાના ખંભાળિયામાં બની હતી. જ્યાં SNDT હાઈસ્કૂલ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. શાળા નજીક આ પ્રકારની ખતરનાક સ્પીડથી વાહન ચલાવવું ક્યારેક કોઈ વિદ્યાર્થીને ભારે પડી શકે છે.
Source link
