આ ગંભીર ઘટના મામલે શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના વહીવટદાર હિમાંશુ ચૌહાણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ‘મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ પ્રકારની “VIP દર્શન” વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી લોકોને આવી ભ્રામક એપ્લિકેશન, ચેનલ કે મોબાઈલ નંબરો પર ભરોસો ન કરવો જોઈએ.’ તેમણે વધુમાં કહ્યું કે, મંદિર સંબંધિત સાચી માહિતી ફક્ત અધિકૃત વેબસાઈટ www.dwarkadhishji.org પર જ ઉપલબ્ધ છે. આ સાથે, તેમણે મંદિરના અધિકૃત વોટ્સએપ નંબર 9215914080 અને બારકોડ દ્વારા સ્કેન કરી યુ-ટ્યુબના માધ્યમથી ઘરે બેઠા ભગવાનના દર્શન લઈ શકો છો, તેવી માહિતી શેર કરી છે.