દિશા પટાની હાલમાં બોલિવૂડની સાથે સાથે દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. ગયા વર્ષે, તે પ્રભાસની ‘કલ્કી 2898AD’માં જોવા મળી હતી, આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હાલના સમયમાં પણ દિશાના ખાતામાં ઘણી ફિલ્મો છે. દિશાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે હંમેશાથી એરફોર્સ પાઇલટ બનવા માંગતી હતી.
