આ દ્રશ્યો દ્વારકાના ભાણવડના છે. જ્યાં કાટકોલા ગામમાં એક ખેડૂતે દવા છાંટવા માટે જબરો જુગાડ કર્યો છે. જેનાથી એક જ દિવસમાં 60-70 વીઘામાં દવા છંટાતી હોવાનો દાવો છે. હાલ એક તો માંડ માંડ વરાપ નીકળી છે. હજુ માથે વરસાદનું જોર છે ત્યારે ઝડપથી દવા છાંટીને નવરૂં થવા માટે ભીમશીભાઈ માળિયા નામના ખેડૂતે જુગાડ અજમાવ્યો છે. ભીમશીભાઈએ દવા છાંટવા પ્રેશર ઉભું કરે એવો પંપ ટ્રેક્ટરમાં જ લગાવી દીધો છે. બાદમાં 300 મીટર જેટલી એટલે કે 900 ફૂટ જેટલી એક લાંબી નળી જોડી દીધી અને દવા છાંટવાનું શરૂ કરી દીધું છે. ભીમશીભાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં કહ્યું કે આ ખાસ યંત્ર બનાવવામાં તેમણે 30 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ આ યંત્ર બનાવ્યા બાદ તેમનું કામ ખૂબ સરળ થઈ ગયું છે.
Source link
