Final Up to date:
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક 90 વર્ષના દાદી રસ્તા પર કાર ચલાવી રહ્યા હતા. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રસ્તા પર જ્યારે આપણે કાર ચલાવીએ ત્યારે ખાસ સાવધાની રાખવી પડતી હોય છે. તેમાં પણ જો સિટી એરિયામાં ગાડી ચલાવતા હોઈએ તો તમારે વધારે સાવધાની રાખવી પડે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે પણ નવાઈ પામી જશો. આ વીડિયોમાં ખરેખરમાં એક 90 વર્ષના દાદી રસ્તા પર કાર ચલાવી રહ્યા છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક ચલાવતો યુવક આગળ અલ્ટો કાર જતી જુએ છે. કાર સારી રીતે ચાલી રહી હતી. તે જ સમયે તેની નજર ડ્રાઇવિંગ સીટ પર પડી. આ કાર કોઈ યુવક નહીં પણ એક વૃદ્ધ મહિલા ચલાવી રહી છે. આ દાદીને ગાડી ચલાવતા સમયે ન તો કોઈ વાતનું ટેન્શન છે કે ન તો કોઈ વાતનો ડર છે.
ટ્રાફિકની વચ્ચે આ દાદી ગજબ રીતે ગાડી ચલાવી રહ્યા છે. યુવક તે દાદીની પાસે જાય છે અને વાતચીત કરતા તેને ખબર પડે છે કે તેની ઉંમર 90 વર્ષની છે. બાદમાં જ્યારે દાદી આગળ નીકળે છે ત્યારે તે જુએ છે કે એકદમ પરફેક્શન સાથે તેઓ રસ્તા પર સ્પીડમાં પણ ગાડી ચલાવી શકે છે. જેને જોઈને યુવક પણ હેરાન થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો vishal__riderz_jk14 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુવક બાદમાં તે દાદી સાથે કારમાં પણ સફર કરે છે. જેમાં દાદીએ જણાવ્યું કે ગાડી ચલાવવાથી તેમને આઝાદી લાગે છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે. વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા જુદી જુદી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા આ વીડિયો પર પોતાની રમૂજી પ્રતિક્રિયા આપવામાં આવી છે.

