દ્વારકા: ખંભાળિયાના પોર ગેટ પાસે સગીરનો મૃતદેહ મળી આવ્યાની ઘટના બની છે. કેતન અનિલભાઈ વાઘેલા નામના 16 વર્ષીય સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાં હોવાની વાત આસપાસના વિસ્તારમાં પ્રસરતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ બનાવને પગલે પોલીસ કાફલો પણ રામનાથ સોસાયટી માર્ગ પર આવેલ પાણીની ટાંકી ખાતે આવી પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. મહત્વનું છે કે 3 દિવસ અગાઉ ઘરેથી આ સગીર ગુમ થયો હતો. ત્યારબાદ અચાનક મૃતદેહ મળી આવતા હત્યા કે આત્મહત્યાની દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
Source link
