Final Up to date:
એક મહિલાનો ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ થતાં લોકો તેની સુંદરતાના દિવાના બની ગયા છે. ઘણા યુવકો તેની અદાઓથી મોહિત થઈને લગ્નના પ્રસ્તાવ આપવા લાગ્યા હતા. જાણો કોણ છે આ સુંદર યુવતી?
સોશિયલ મીડિયાની દુનિયામાં રાતોરાત પ્રખ્યાત થવું હવે કોઈ નવી વાત નથી, પરંતુ એરિઝોનાની એક મોડલ સાથે જે થયું તેણે સૌને ચોંકાવી દીધા છે. 20 વર્ષની કેટરીના રોઝે (Katrina Rose) પોતાની સુંદરતા અને એક વીડિયોથી ઇન્ટરનેટ પર એવી આગ લગાવી દીધી છે કે, પુરુષોની લાઇન લાગી ગઈ છે. કેટરીનાનો દાવો છે કે, તેને માત્ર 24 કલાકની અંદર લગ્નના કુલ 85 પ્રસ્તાવ મળ્યા છે. સામાન્ય રીતે મોડલ્સને ડેટિંગના મેસેજ મળતા હોય છે, પરંતુ કેટરીનાના કિસ્સામાં લોકો સીધા જ તેને પોતાની દુલ્હન બનાવવા અને સાત ફેરા લેવાની વાત કરવા લાગ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી કેટરીનાએ જણાવ્યું કે, તેનો એક નાનકડો રમુજી વીડિયો ગણતરીની ક્ષણોમાં વાયરલ થઈ ગયો છે. જેવો વીડિયોને લાખો વ્યુઝ મળ્યા, તેના ઇનબોક્સમાં કમેન્ટનું પૂર આવી ગયું હતું.
કેટરીનાનું કહેવું છે કે, તે પોતાને ‘મેરેજ મટિરિયલ’ માને છે અને, કદાચ આ જ વાત લોકોને ગમી ગઈ હતી. પુરુષોએ તેને ‘સપનાની રાણી’ કહેવાનું શરૂ કરી દીધું હતું. એક વ્યક્તિએ તો કોમેન્ટ સેક્શનમાં તે બંનેની કાલ્પનિક પ્રેમ કહાની જ લખી નાખી, જે જોઈને કેટરીનાને લાગ્યું કે, જાણે તેણે કોઈ નવી ફેન ફિક્શનની સિરીઝ શરૂ કરી દીધી હોય. આટલી મોટી સંખ્યામાં લગ્નના પ્રપોઝલ મળ્યા હોવા છતાં કેટરીનાએ કોઈને પણ જવાબ આપવો જરૂરી માન્યો નથી. તેનું કહેવું છે કે, તે પોતાના લૂક્સ અને આત્મવિશ્વાસને પ્રેમ કરે છે અને, આ જ કોન્ફિડન્સ પુરુષોને તેની તરફ આકર્ષિત કરે છે. કેટરીનાનું માનવું છે કે, તેનું વ્યક્તિત્વ સ્ક્રીન દ્વારા પણ લોકો સુધી પહોંચે છે, જેનાથી તેઓ પ્રભાવિત થઈ જાય છે. જોકે, તે આ એટેન્શનનો આનંદ માણે છે, પરંતુ તે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે પોતાનું જીવન શેર કરવા માટે તૈયાર નથી.

અમેરિકાના એરિઝોનાની રહેવાસી આ છોકરી “માત્ર લગ્ન લાયક” એટલે કે ‘મોસ્ટ એલિજિબલ ફોર મેરેજ’ બની ગઈ હતી. દરેક વ્યક્તિ એવી વાતો કરતા મને પ્રપોઝ કરે છે જેમ કે, તું મારા સપનાની રાણી છે, હું તને મારી પત્ની બનાવવા માંગુ છું અને હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તેણે કહ્યું કે, મારો આત્મવિશ્વાસ જ પુરુષોને પતંગિયાની જેમ આકર્ષે છે અને, મને લોકોનું ધ્યાન આકર્ષિત કરવું ગમે છે, કારણ કે હું મારી કિંમત જાણું છું. હું કોઈ પણ અજાણ્યા માણસ સાથે ડેટિંગ કે લગ્ન કરવાની નથી, ભલે તે અમીર હોય કે સુંદર. મારે સાર્થક વ્યક્તિ જોઈએ છે. આ સિવાય ફક્ત કોઈ મારી તરફ આકર્ષિત છે, તેનો અર્થ એ નથી કે, હું તેને મારા સુધી પહોંચવાનો હક આપી દઉં.
હાલમાં કેટરીના તેના સમર્પિત ફોલોઅર્સ સાથે ઓનલાઇન વાતચીત કરીને જ સંતુષ્ટ છે. જોકે, જો કોઈ પરફેક્ટ છોકરો તેના ડીએમમાં આવી જાય તો તે ઓફલાઇન વાતચીત શરૂ કરવા વિશે વિચારી શકે છે. તેણે આગળ કહ્યું કે, જો કોઈ માણસ મારી સાથે ડેટિંગ વિશે વિચારવા તૈયાર હોય, તો લગ્ન કરવાની વાત તો દૂરની છે, કારણ તે તેના તેણે મહેનત કરવી પડશે. ફક્ત મને એ કહેનારો એક સામાન્ય ડીએમ પૂરતો નહીં હોય કે હું સુંદર છું, પરંતુ જો અમારી વચ્ચે ઊંડી કેમેસ્ટ્રી હોય તો હું સાચા છોકરા વિશે વિચાર કરી શકું છું.
Feb 03, 2026 12:44 PM IST

