2012માં જે કારનું રાજ હતું તે કારનું 2026માં કમબેક, રેનો ડસ્ટર નવા અંદાજમાં રજૂ થઈ

2012માં જે કારનું રાજ હતું તે કારનું 2026માં કમબેક, રેનો ડસ્ટર નવા અંદાજમાં રજૂ થઈ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

રેનો દ્વારા તેની મોસ્ટ અવેટેડ કાર રેનો ડસ્ટરનું નવું મોડલ 2026માં રજૂ કરી દેવામાં આવ્યું છે. જાણો આ કારના એન્જિન વેરિએન્ટને લઈને સંપૂર્ણ માહિતી.

નવા અંદાજ સાથે રેનો ડસ્ટર લોન્ચ
નવા અંદાજ સાથે રેનો ડસ્ટર લોન્ચ

નવી દિલ્હી: 2012માં ભારતના રસ્તાઓ પર હેચબેક કારનું રાજ ચાલતું હતું. એસયુવી ગાડી એટલે કે તે સમયની મોંઘી ગાડી ગણવામાં આવી હતી. એસયુવી કાર તે સમયે લોકો માટે એક સપનું હતું. જોકે 4 જુલાઈ 2012ના રોજ ભારતના બજારમાં એક એવી કાર લોન્ચ થઈ જેની કિંમત વધારે ન હતી અને બજેટમાં આ કાર લોકોને મળતી હતી. આ કાર હતી રેનોની ડસ્ટર. આ કારે ઇન્ડસ્ટ્રીમાં જાણે નવા રસ્તાઓ ખોલ્યા હતા. રેનો ડસ્ટર લોન્ચ થયા બાદ દરેક કાર કંપનીઓના વિચાર બદલાયા હતા.

ગામના કાચા રસ્તાઓ હોય કે પછી શહેરના ઓવરબ્રિજ હોય. ડસ્ટરે જણાવી દીધું કે એસયુવીનો મતલબ લક્ઝરી કાર નહીં પણ સ્પોર્ટ યુટિલિટી વ્હિકલના માલિક લોકો બની શકે છે. હવે અંદાજે 15 વર્ષ બાદ કંપની દ્વારા નવી ડસ્ટરને લોન્ચ કરવામાં આવી છે. જોકે આ વખતે નવી ડસ્ટર બિલકુલ નવા અંદાજમાં લોકોને જોવા મળશે.

ફ્રેંચ કાર નિર્માતા કંપની રેનોએ 26 જાન્યુઆરીએ ચેન્નઈના જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં ડસ્ટરને એકવાર ફરી ભારતના માર્કેટમાં ઉતારી છે. રેનો ડસ્ટરના સીઈઓ સ્ટીફન ડેબ્લેસે કહ્યું ડસ્ટરને કોઈ હરીફાઈમાં ઉતારવામાં નહોતી આવી પરંતુ આ કારે ભારતમાં નવા કાર સેગમેન્ટની શરૂઆત કરી હતી. રેનોલ્ટ ગ્રુપ ઇન્ડિયાના ચીફ એન્જિનિયર ડૉ. વી. વિક્રમને જણાવ્યું કે નવી ડસ્ટરને કંપનીએ રેનો ગ્રુપ મોડ્યુલ પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. જે ખાસ ઇન્ડિયા માટેનું પ્લેટફોર્મ છે. તેમણે નવી ડસ્ટરને ખાસ કરીને ભારતના બજારને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. જેમાં 90 ટકા ભારતીય કમ્પોનેન્ટને વાપરવામાં આવ્યા છે. જે આની કિંમત ઓછી રાખવામાં મદદ કરશે. આ એસયુવી બેસ્ટ ઇન ક્લાસ હેન્ડલિંગ પ્રોવાઇડ કરે છે.

નવી ડસ્ટરનો શેપ અને સાઈઝ ભલે ગ્લોબલ મોડલ જેવું ન હોય પણ તેની ફ્રન્ટ ડિઝાઇનમાં ઘણો ફર્ક દેખાય છે. નવી ડસ્ટરને કંપની દ્વારા 3 એન્જિન મોડમાં રજૂ કરવામાં આવી છે. જેમાં 1.8 લીટર સ્ટ્રોંગ હાઈબ્રિડ ઈ ટેક 160 પેટ્રોલ એન્જિન શામેલ છે. આ એન્જિન સાથે 1.4 Kwhની બેટરી પણ આપવામાં આવી છે. જે એન્જિનને એક્સટ્રા પાવર આપે છે. કંપનીનો દાવો છે કે શહેરની અંદર 80 ટકા આ કાર પ્યોર EV મોડ એટલે કે ઇલેક્ટ્રિક મોડમાં ભાગશે. સાથે જ એન્જિનમાં 8 સ્પીડ DHT ટ્રાન્સમિશન ગિયરબોક્સ જોડવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ દેશનું સૌથી પાવરફુલ સ્ટ્રોંગ હાઈબ્રિડ એન્જિન છે.

આ સિવાય ડસ્ટરમાં 1.3 લીટર ટર્બો ટીસીઆઈ 160 એન્જિનનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. જે એન્જિનને 163 PSની પાવર અને 280 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે. આ ટ્રાન્સમિશન વેટ ક્લચ અને ઈ શિફ્ટર સાથે આવે છે.

કંપની દ્વારા ત્રીજા વિકલ્પમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જે શહેર અને હાઈવે બંન્નેમાં બેલેન્સ્ડ પર્ફોમન્સ આપવામાં ફોકસ કરશે. જોકે આ એન્જિન વિકલ્પોની સાથે નવી ડસ્ટરનું કેબિન પણ એડવાન્સ પ્રીમિયમ બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ગ્લોબલ મોડલની સરખામણીએ કેબિન ઘણું સારું દેખાય છે.

કંપનીએ કારના કેબિનમાં પ્રીમિયમ લેધર મટીરિયલનો ઉપયોગ કર્યો છે. સીટ, ડેશબોર્ડ અને ડોર ટ્રિમ્સથી એ સ્પષ્ટ દેખાય છે કે કેબિન બ્લેક થીમમાં છે. ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે કંપનીએ દ્વારા આપવામાં આવી છે. સેન્ટ્રલ કન્સોલને ઘણું સિમ્પલ રાખવામાં આવ્યું છે. નાનું ગિયર શિફ્ટર અને વેન્ટિલેશન કંટ્રોલ આપવામાં આવ્યા છે. ફ્રન્ટ આર્મરેસ્ટ સ્લાઇડ એડજસ્ટેબલ છે અને તેના અંદર સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. પાછળની સીટ પર સેન્ટર આર્મરેસ્ટ સાથે 2 કપ હોલ્ડર આપવામાં આવ્યા છે.

નવી રેનો ડસ્ટરમાં 10.1 ઇંચનું ટચસ્ક્રીન આપવામાં આવ્યું છે. જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સપોર્ટ કરે છે. સાથે જ 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેનોરામિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જર અને ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ મળે છે. કારમાં પાવર્ડ ટેલગેટ અને 6 વે પાવર્ડ વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ આપવામાં આવી છે. સેફ્ટીની વાત કરીએ તો 6 એરબેગ આપવામાં આવ્યા છે. આ સિવાય 360 ડિગ્રી કેમેરા ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, લેવલ 2 એડીએએસ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ચારેય વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.

નવી ડસ્ટરમાં 518 લીટરનું બૂટ સ્પેસ મળે છે જેને 700 લીટર સુધી વધારી શકાય છે. કંપનીનો દાવો છે કે આ સેગમેન્ટમાં કોઈ પણ બીજા મોડલની સરખામણીએ ડસ્ટરનું બૂટસ્પેસ 80 લીટર વધારે છે. ડ્રાઇવર અને કો ડ્રાઇવર માટે 6 વે પાવર્ડ ડ્રાઇવર સીટ આપવામાં આવી છે. આ સિવાય ઇલેક્ટ્રોનિક પેનોરામિક સનરૂફ સાથે આવતી આ એસયુવીનું રૂફ 50 કિલો સુધી ભાર ઉઠાવવામાં સક્ષમ છે. જેથી એડવેન્ચરના શોખીનો માટે ડસ્ટર બેસ્ટ ઓપ્શન છે.

રેનો ઇન્ડિયા દ્વારા નવી ડસ્ટરનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આના માટે કંપનીએ સ્પેશિયલ એપ પણ લોન્ચ કરી છે. જેના માધ્યમથી ગ્રાહકો ઘરે બેઠા નવી ડસ્ટરનું બુકિંગ કરાવી શકશે. આ બુકિંગની સાથે ગ્રાહકોને એક આર પાસ આપવામાં આવશે. કારની બુકિંગ માટે ગ્રાહકોને 21 હજાર રૂપિયાની અમાઉન્ટ આપવી પડશે.

કંપનીનું કહેવું છે કે નવી ડસ્ટરની કિંમતની જાહેરાત માર્ચના મધ્યમાં કરવામાં આવશે અને એપ્રિલના મધ્યમાં આ એસયુવીની ડિલિવરી શરૂ કરી દેવામાં આવશે. આ પહેલા નવી ડસ્ટરને દેશમાં આવેલ ડિલરશિપના ત્યાં પહોંચાડી દેવામાં આવશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે સૌથી પહેલા ટર્બો એન્જિન વેરિએન્ટની ડિલિવરી શરૂ કરવામાં આવશે. જોકે સ્ટ્રોંગ હાઈબ્રિડ વેરિએન્ટની ડિલિવરી માટે ગ્રાહકોએ દિવાળી સુધી રાહ જોવી પડશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *