જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની સોંદરડા GIDCમાં સર્જાયેલા એક અકસ્માતના હચમચાવી નાખતા CCTV સામે આવ્યા છે. GIDC પાસેથી પૂરઝડપે પસાર થઈ રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર એક બંધ દુકાનના શટરમાં ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે, સ્પીડોમીટરનો કાંટો 140 પર અટકી ગયો હતો. શટર, દીવાલ અને નજીકમાં પડેલા ખાટલાના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. સદનસીબે દુકાન બંધ હોય અને નજીકમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે જાનહાનિ થઇ ન હતી.
Source link
