131 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ: સપોર્ટ સ્ટાફથી લઈને ખેલાડીઓ સુધી, કોના ભાગે કેટલા રૂપિયા આવશે?

131 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ: સપોર્ટ સ્ટાફથી લઈને ખેલાડીઓ સુધી, કોના ભાગે કેટલા રૂપિયા આવશે?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ભારતીય ટીમે ICC ટી20 વર્લ્ડ કપ જીત્યો. BCCIએ 131 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું. 15 ખેલાડીઓને 6 કરોડ રૂપિયા મળશે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે ઇતિહાસ રચ્યો.

131 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે?
131 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે?

નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરના શાનદાર પ્લાનિંગના જોરે ICC ટી20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતે ઇતિહાસ રચી દીધો. ભારત T20 વર્લ્ડ કપને સફળતાથી ડિફેન્ડ કરનાર પહેલી ટીમ બની ગઈ છે. સતત બે વાર ખિતાબ જીતનાર પહેલી ટીમ બની અને ઘરઆંગણે ટુર્નામેન્ટ જીતનાર પણ પહેલી ટીમ બની. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ભારતે ઇતિહાસ રચી દીધો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી20 વર્લ્ડ કપ જીતનાર પુરુષ ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે 131 કરોડ રૂપિયા રોકડ ઈનામની જાહેરાત કરી છે.

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ મંગળવારે (10 માર્ચ, 2026) રોજ એક મીડિયા નિવેદનમાં આ જાહેરાતની પુષ્ટિ કરી. સૈકિયાએ કહ્યું, આ જીત સાથે ભારત પહેલી ટીમ બની ગઈ છે જેણે ત્રણ વાર ICC પુરુષ ટી20 વર્લ્ડ કપ જીત્યો છે, જેનાથી તે આ ફોર્મેટમાં સૌથી સફળ ટીમોમાં સામેલ થઈ ગઈ છે.

એક ખેલાડીના ભાગે કેટલા રૂપિયા આવશે?

BCCIએ જ્યારે ટી20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ માટે 131 કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરી ત્યારથી સૌના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, આખરે એક ખેલાડીના ભાગે કેટલા રૂપિયા આવશે. ધ હિન્દુ અનુસાર ટીમના 15 ખેલાડીઓમાં દરેકને 6 કરોડ રૂપિયા મળશે. જ્યારે બાકીના 41 કરોડ રૂપિયા કોચિંગ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચી દેવામાં આવશે. 2024માં ભારતની શાનદાર જીત બાદ BCCIએ 125 કરોડ રૂપિયાના બોનસની જાહેરાત કરી હતી. જેમાં દરેક ખેલાડીને 5 કરોડ રૂપિયા મળ્યા હતા.

સોમવારે (9 માર્ચ, 2026) BCCI અધ્યક્ષ મિથુન મનહાસે ટીમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભારત પહેલી ટીમ છે જેણે ટી20 વર્લ્ડ કપનું ટાઇટલ ડિફેન્ડ કર્યું અને પહેલીવાર ઘરઆંગણે ટુર્નામેન્ટ જીતી. મનહાસે કહ્યું, ICC પુરુષ ટી20 વર્લ્ડ કપ જીતવો આખા દેશ માટે ગર્વની ક્ષણ છે. ટાઇટલ ડિફેન્ડ કરવું અને પોતાના ઘરમાં આ ઉપલબ્ધિ મેળવવી તેને વધુ ખાસ બનાવી દે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *