12,999 રૂપિયામાં લોન્ચ થયો Samsung નો નવો 5G ફોન, જેમાં મળશે 6000mAh ની બેટરીથી લઇને આટલું બધું

12,999 રૂપિયામાં લોન્ચ થયો Samsung નો નવો 5G ફોન, જેમાં મળશે 6000mAh ની બેટરીથી લઇને આટલું બધું

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

Samsung galaxy f70e 5g: Samsung galaxy f70e 5g ભારતમાં લોન્ચ થઇ ગયો છે. આ ફોનમાં 6,000mAh ની બેટરી આપવામાં આવી છે. આ સાથે બીજા પણ અનેક દમદાર ફીચર્સ છે.

Samsung Galaxy F70e 5G
Samsung Galaxy F70e 5G

Samsung Smartphone: સેમસંગ લવર્સ છો અને ઓછાં બજેટમાં દમદાર ફોન લેવા ઇચ્છો છો તો આ તમારા માટે બેસ્ટ સાબિત થઇ શકે છે. સેમસંગે ભારતમાં એનો નવો સ્માર્ટફોન  Samsung Galaxy F70e 5G લોન્ચ કરી દીધો છે. આ કંપનીની નવી Galaxy F70 સીરિઝનો પહેલો ફોન છે. આ ડિવાઇસ મોટી બેટરી, 5G સપોર્ટ અને લાંબા સોફ્ટવેર અપડેટ પછી બજેટ સેગ્મેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન થોડાં દિવસોમાં તમે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને સેમસંગની ઓફિશિયલી વેબસાઇટ પરથી ખરીદી શકશો.

ભારતમાં સેમસંગ ગેલેક્સી F70e 5G ની શરૂઆતી કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં 4GB RAM અને 128GB સ્ટોરેજ વેરિએન્ટ મળે છે. આ સાથે 6GB RAM અને 128GB સ્ટોરેજનું ટોપ વેરિએન્ટ 14,999 રૂપિયામાં ઉપલબ્ધ હશે. આ સ્માર્ટફોન 17 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ અને સેમસંગ ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ લાઇમલાઇટ ગ્રીન અને સ્પોટલાઇટ બ્લૂ કલરનાં ઓપ્શનમાં પેશ કરવામાં આવશે.

ડિસ્પ્લે અને પરફોર્મન્સ

સેમસંગ ગેલેક્સી F70e 5G માં 6.7 ઇંચનું HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 800 નિટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ ફોન MediaTek Dimensity 6300 ઓક્ટા-કોર પ્રોસેસર પર ચાલે છે, જેની ક્લોક સ્પીડ 2.4GHz સુધી જાય છે.

ફોટોગ્રાફી ફોનમાં 50MP નો પ્રાઇમરી કેમેરા અને 2MP નો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કૉલ માટે આમાં 8MP નો ફ્રન્ટ કેમેરા મળે છે, જે વોટરડ્રોપ નોચની અંદર લાગેલો છે.

સોફ્ટવેર અને બીજા ફીચર્સ

આ સ્માર્ટફોન Android 16 પર બેસ્ડ One UI 8 પર ચાલે છે. કંપનીએ આ ડિવાઇસ માટે 6 વર્ષ સુધી OS અને સિક્યોરિટી અપડેટ આપવાનું વચન કર્યું છે, જે આ કિંમતમાં મોટી વાત માનવામાં આવે છે. ફોનની સૌથી મોટી ખાસિયત આની 6,000mAh બેટરી છે, જે લાંબા સમય સુધી બેકઅપ આપવાનો દાવો કરે છે. ફોનમાં ડ્યુઅલ-SIM સપોર્ટ અને લેધર-ફિનિશ બેક પેનલ આપવામાં આવી છે, જેનાં કારણે લુક પ્રીમિયમ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *