હ્યુન્ડાઇ વર્ના એક નવા અવતારમાં લોન્ચ, જાણો કિંમત અને દમદાર ફિચર્સ

હ્યુન્ડાઇ વર્ના એક નવા અવતારમાં લોન્ચ, જાણો કિંમત અને દમદાર ફિચર્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Hyundai Verna Facelift Launched in India : ભારતમાં પ્રીમિયમ સેડાન હ્યુન્ડાઇ વર્ના એક નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ 10.98 લાખ રુપિયા (એક્સ-શોરૂમ) ની કિંમતે 2026 વર્ના લોન્ચ કરી છે. કારના ટોપ મોડેલની કિંમત 18.25 લાખ રુપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. 

ઇન્ટિરિયર વધારે પ્રીમિયમ બન્યું

કારના કેબિનમાં ડી-કટ સ્ટીયરિંગ વ્હીલ અને લેધર સીટો સાથે ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ ફિચર્સ છે. ડ્રાઇવરની સીટ 8-વે ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ અને મેમરી ફંક્શન સાથે આવે છે, જ્યારે પેસેન્જર સીટ 4-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ છે. ડેશબોર્ડ પર 10.25-ઇંચ ઇન્ટિગ્રેટેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ક્લસ્ટર આકર્ષક છે. બોસનું 8-સ્પીકર પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, એમ્બિયન્ટ લાઇટિંગ અને વેન્ટિલેટેડ સીટો આ કારને વૈભવી અનુભવ બનાવે છે.

નવી વર્નામાં બે નવા કલર પણ સામેલ

નવી વર્નાના લૂકને પહેલા કરતાં વધુ આધુનિક અને શાર્પ બનાવવામાં આવ્યો છે. તેમાં હવે નવી બ્લેક ક્રોમ રેડિયેટર ગ્રીલ, ડ્યુઅલ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ફરીથી ડિઝાઇન કરાયેલ ફ્રન્ટ અને રિઅર બમ્પર્સ છે. આ સિવાય 16-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ તેના સ્ટાન્સને વધુ શાનદાર બનાવે છે. ગ્રાહક પસંદગીઓને ધ્યાનમાં રાખીને હ્યુન્ડાઇએ બે નવા ક્લાસી બ્લૂ અને ટાઇટન ગ્રે મેટ કલર્સ સામેલ કર્યા છે.

દમદાર પાવરટ્રેન

એન્જિન અને પર્ફોમન્સની વાત આવે ત્યારે હ્યુન્ડાઇએ કોઈ સમાધાન કર્યું નથી. નવી વર્ના બે પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે આવે છે. પ્રથમ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને બીજી 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. તેનું ટર્બો એન્જિન 160bhp અને 253Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ, IVT અને 7-સ્પીડ DCT ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પ છે.

આ પણ વાંચો – જીપે ફરી લોન્ચ કરી Wrangler Willys, ફક્ત 41 લોકો જ ખરીદી શકશે, જાણો કિંમત અને ખાસિયત

શાનદાર સેફ્ટી ફિચર્સ

સેફ્ટી માટે હ્યુન્ડાઇ વર્નામાં ‘સ્માર્ટસેન્સ લેવલ 2 ADAS’ પણ આપવામાં આવ્યું છે, જેમાં 20 થી વધુ અદ્યતન ડ્રાઇવર અસિસ્ટેંટ ફિચર્સ મળે છે. આ કારમાં હવે 75 થી વધુ સેફ્ટી ફિચર્સછે, જેમાં 7 એરબેગ્સ, ઇનબિલ્ટ ડેશકેમ, રેઇન-સેન્સિંગ વાઇપર્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)નો સમાવેશ થાય છે. 2026 હ્યુન્ડાઇ વર્ના એ લોકો માટે એક સંપૂર્ણ પેકેજ છે. જે એક સેફ, હાઇ-ટેક અને અત્યંત ઝડપી સેડાન શોધી રહ્યા છે. 

આ વર્ષે કંપનીએ “રિસ્પેક્ટ ધ યંગ” કેમ્પેઇન સાથે એવા યુવાનોને ટાર્ગેટ કર્યા છે જેઓ પર્ફોમન્સ અને સ્ટાઇલના શોખીન છે. નવી વર્નામાં ડિઝાઇનથી લઈને ટેકનોલોજી અને સલામતી સુધી 25 થી વધુ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે નવી વર્ના હવે હોન્ડા સિટી અને સ્કોડા સ્લાવિયા જેવી ગાડીઓને ટક્કર આપવા માટે તૈયાર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *