સરકારી હોસ્પિટલમાં દર્દીના વોર્ડમાં જ શ્વાન બિન્દાસ થઈને આંટાફેરા કરતા જોવા મળ્યા છે. આ દ્રશ્યો પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના છે. અહીં, જાણે કે શ્વાનને છૂટો દોર મળી ગયો છે. મનફાવે એ રીતે હોસ્પિટલમાં આંટા મારી રહ્યા છે. જેના કારણે દર્દીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય બંને જોખમાઈ રહ્યું છે. સવાલ એ છે કે શ્વાન આ રીતે હોસ્પિટલ પરિસર જ નહીં પરંતુ છેક દર્દીના વોર્ડમાં અને દર્દીના બેડ સુધી પહોંચી જાય ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું છે?
Source link
