હોળી ધૂળેટીને લઈ રાજકોટ પોલીસનું જાહેરનામું, જાણો કઈ વસ્તુઓ સાથે રાખવા પર મૂક્યો પ્રતિબંધ

હોળી ધૂળેટીને લઈ રાજકોટ પોલીસનું જાહેરનામું, જાણો કઈ વસ્તુઓ સાથે રાખવા પર મૂક્યો પ્રતિબંધ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ના બને તે માટે રાજકોટ પોલીસે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શહેરમાં હોળીના તહેવાર અંગે પોલીસે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે.

નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું?

1. હોળી તેમજ ધુળેટીના તહેવાર દરમ્યાન કોઈપણ પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકોએ જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓ ઉપર આવતાં જતાં રાહદારીઓ ઉપર અથવા મિલ્કતો, વાહનો ઉપર અથવા વાહનોમાં જતાં માણસો ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકવા નહી અને તે માટેના સાધનો પોતાની સાથે લઈ જાહેર જગ્યાઓ પર નિકળવા પર પ્રતિબંધ.

2. હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા પર તેમજ બીજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર આવતાં જતાં રાહદારીઓને તથા વાહનોને રોકવા પર પ્રતિબંધ.

3. જાહેર રસ્તાઓ ઉપર આમ તેમ દોડવું નહી કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ.

4. જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિ તેમજ ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવા પર પ્રતિબંધ.

આ જાહેરનામું તા. 02/03/2026 ના કલાક 00/00 થી તા.04/03/2026 ના કલાક 24/00 વાગ્યા સુધી અમલી રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને ભારતીય દંડ સંહિતા (IPC)-2023 ની કલમ 223 અને GP એક્ટની કલમ 135 હેઠળ સજા થઈ શકે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *