કંપની દ્વારા સ્પ્લેન્ડરના 125 Million Editionના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેની એક્સ-શોરૂમ કિંમત 76,437 રૂપિયા છે. ટેક્નોલોજી લવર્સ માટે આવેલા સ્પ્લેન્ડર પ્લસ Xtec (Hero Splendor Plus Black and Accent) વેરિએન્ટ હવે 77,678 રૂપિયામાં મળશે, જેની કિંમત પહેલા 77,428 રૂપિયા હતી. Xtec 2.0 ડ્રમ બ્રેક વેરિએન્ટની કિંમતમાં પણ વધારો થયો છે અને હવે તે 80,214 રૂપિયાનું થઈ ગયું છે, જ્યારે પહેલા તેની કિંમત 79,964 રૂપિયા હતી. ટોપ મોડલની વાત કરીએ તો Xtec 2.0 ડિસ્ક બ્રેક વેરિએન્ટ હવે 80,721 રૂપિયામાં મળશે, જે પહેલા 80,471 રૂપિયાનું હતું.

