Final Up to date:
ટીમ ઇન્ડિયા ચેમ્પિન બનતાં ક્રિકેટર્સનો પરિવાર અને ફેમિલી સાથે જોડાયેલા લોકો પણ મેદાન પર જોવા મળ્યા હતા. આ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા રહ્યા. હાર્દિક તેની ગર્લફ્રેન્ડને કિસ કરતો જોવા મળ્યો હતો.
નવી દિલ્હી: ભારત ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ટીમ ઇન્ડિયામાં ફાઈનલમાં 96 રનથી શાનદાર જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયા ચેમ્પિન બનતાં ક્રિકેટર્સનો પરિવાર અને ફેમિલી સાથે જોડાયેલા લોકો પણ મેદાન પર જોવા મળ્યા હતા. આ દરમિયાન સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની રહી. હાર્દિક તેની ગર્લફ્રેન્ડને કિસ કરતો જોવા મળ્યો હતો.
આ સાથે જે સેલિબ્રેશનના સામે આવેલા એક વીડિયોમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાના તેના જિગરી ઇશાન કિશન સાથે જોવા મળ્યો હતો. બન્ને ગરબા રમતાં અને ભાંગડા કરતાં જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે, આઈસીસી ટી20 વિશ્વ કપ 2026માં હાર્દિક પંડ્યાએ ધમાકેદાર રમતનું પ્રદર્શન કર્યું. નવા બોલથી બોલિંગ હોય કે પછી સ્લોગ ઓવરમાં પાવર હિટિંગ. હાર્દિકે દરેક ભૂમિકામાં ખુદને ફિટ કર્યો અને ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી. આખા વિશ્વ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈંડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ 96 રનથી જીત મેળવી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈંડિયાએ ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરની રમતમાં 255 રનનો વિશાળ સ્કોર આપ્યો. ટીમ ઈંડિયા માટે ટોપ ત્રણ બેટ્સમેને તોફાની અંદાજમાં બેટિંગ કરી. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ભારતે એ કરી બતાવ્યું છે, જે દુનિયાની કોઈ ટીમ આજ સુધીમાં નથી કરી શકી. ટીમ ઇન્ડિયા ત્રીજી વાર ટી20 ચેમ્પિયન બનનારી દુનિયાની પહેલી ટીમ બની ચૂકી છે.

