Final Up to date:
હાર્ટ એટેક આવવાથી હંમેશા આસપાસના લોકો ગભરાઈ જાય છે અને પીડિત વ્યક્તિને ભાનમાં લાવવા માટે પાણી પીવડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શું હાર્ટ એટેક દરમિયાન દર્દીને પાણી પીવડાવવું યોગ્ય છે?
Coronary heart Assault: હાર્ટ એટેક એક મેડિકલ ઇમરજન્સી છે, જેમાં થોડી મિનિટોની સાચી કે ખોટી કાર્યવાહી દર્દીનો જીવ બચાવી પણ શકે છે અને જોખમમાં પણ મૂકી શકે છે. હાર્ટ એટેક આવવાથી હંમેશા આસપાસના લોકો ગભરાઈ જાય છે અને પીડિત વ્યક્તિને ભાનમાં લાવવા માટે પાણી પીવડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શું હાર્ટ એટેક દરમિયાન દર્દીને પાણી પીવડાવવું યોગ્ય છે? આવો, ડોક્ટર પાસેથી જાણીએ કે હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી આપી શકાય કે નહીં?
હાર્ટ એટેકના સમયે હૃદયની માંસપેશીઓ સુધી લોહીની સપ્લાય અચાનક ઓછી થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. તેનાથી દર્દીને છાતીમાં તીવ્ર દુઃખાવો, ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો આવવો, ઊલટી જેવું લાગવું કે ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણીવાર દર્દી બેભાનની સ્થિતિમાં પણ પહોંચી શકે છે.
ડોક્ટર એસએસ સિબિયા (કાર્ડિયોલોજિસ્ટ તેમજ ડાયરેક્ટર, સિબિયા મેડિકલ સેન્ટર, લુધિયાણા)એ જણાવ્યું કે, હાર્ટ એટેક દરમિયાન દર્દીને પાણી કે કોઈપણ પ્રવાહી પદાર્થ આપવો જોઈએ નહીં. તેની પાછળ કેટલાક મહત્વના કારણો છે. જો તમે હાર્ટ એટેક દરમિયાન દર્દીને પાણી પીવડાવો છો, તો તેનાથી દર્દીને ઊલટી આવી શકે છે, જેનાથી પાણી ફેફસામાં જવાનું જોખમ વધી જાય છે. જો દર્દીની હાલત બગડી જાય કે તે બેભાન થઈ જાય, તો પાણી ગળામાં ફસાઈ શકે છે. ઘણીવાર દર્દીને તરત ઇમરજન્સી દવાઓ કે એન્જિયોગ્રાફીની જરૂર પડે છે, એવામાં ખાલી પેટ રહેવું જરૂરી હોય છે.
જ્યારે દર્દી સંપૂર્ણ રીતે ભાનમાં છે, બોલી શકે છે અને ડોક્ટર કે મેડિકલ પ્રોફેશનલે મંજૂરી આપી હોય, ત્યારે ખૂબ ઓછી માત્રામાં પાણી આપી શકાય. સામાન્ય રીતે ઇમરજન્સી દરમિયાન તેનાથી બચવું જોઈએ.
હાર્ટ એટેક વખતે શું કરવું?
- દર્દીને શાંત રાખો અને બેસાડી રાખો.
- તરત એમ્બ્યુલન્સને જાણ કરો કે નજીકની હોસ્પિટલે લઈ જાઓ.
- જો ડોક્ટરે પહેલાથી એસ્પિરિન ચાવવાની સલાહ આપી હોય, તો જ આપો.
- ટાઈટ કપડાને ઢીલા કરી નાખો.
- દર્દીને એકલા મૂકવા નહીં.
હાર્ટ એટેક વખતે શું ન કરવું?
- પાણી, ચા, જ્યૂસ કે અન્ય વસ્તુ પીવા આપવી નહીં.
- દુઃખાવાને ગેસ કે એસિડિટી સમજીને ટાળવો નહીં.
- મોડું કરવું જોઈએ નહીં, કેમ કે દરેક મિનિટ મહત્વપૂર્ણ હોય છે.
- હાર્ટ એટેક સમયે પાણી પીવડાવવું એક સામાન્ય પરંતુ ખતરનાક ભૂલ સાબિત થઈ શકે છે. સૌથી સુરક્ષિત ઉપાય છે, દર્દીને તરત મેડિકલ મદદ સુધી પહોંચાડો. યોગ્ય સમયે યોગ્ય પગલું જ જીવ બચાવી શકે છે.
Disclaimer
(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
Feb 05, 2026 11:59 PM IST

