Final Up to date:
આજના ડિજિટલ યુગમાં એક ક્લિક પર બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ ક્યારેક આ સુવિધાઓનો ઉપયોગ વ્યક્તિની માનસિકતા અને સંવેદનશીલતા પર સવાલો ઊભા કરે છે. એક મહિલાએ માત્ર પોતાનો કચરો ફેંકવાની આળસમાં એક રેપિડો પોર્ટર બુક કરાવ્યું, અને લોકેશન કચરાના ઢગલાનું આપ્યું હતું. જ્યારે ડિલિવરી બોય પહોંચીને જોયું તો વિચારમાં પડી ગયો કે, આ શું?
દુનિયાભરના મોટા-મોટા શહેરોમાં દરરોજ હજારો ડિલિવરી બોય અને રાઇડર્સ દોડતા હોય છે, પરંતુ હાલમાં એક રેપિડો રાઇડર સાથે જે બન્યું તે સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે. આ કોઈ સામાન્ય ડિલિવરીનો કિસ્સો નહોતો, પરંતુ એક માસૂમ જીવને બચાવવાનો ભગવાને મોકલેલો સંકેત હતો. એક્સ (X) પર સામે આવેલી આ ઘટનામાં એક મહિલાએ Rapido Porter બુક કર્યું, ઓનલાઇન પેમેન્ટ કર્યું અને એક બોક્સ ડિલિવર કરાવ્યું હતું. પરંતુ જ્યારે રાઇડર લોકેશન પર પહોંચ્યો ત્યારે ત્યાં જે દ્રશ્ય હતું તે કલ્પના બહારનું હતું, કારણ કે જ્યાં સુધી ડિલિવરી લોકેશન પર પહોંચીને સચ્ચાઈ સામે ન આવી ત્યાં સુધી બધું સામાન્ય લાગતું હતું.
જ્યારે Rapido Porter મહિલાના ઘરે પહોંચ્યો, ત્યારે તેણે ગેટની અંદરથી એક કાર્ડબોર્ડ બોક્સ સોંપ્યું. જતાં પહેલાં તેણે નમ્રતાથી પૂછ્યું હતું કે, ‘મેડમ, પેમેન્ટ ઓનલાઇન છે કે કેશ?’ તો મહિલાએ જવાબ આપ્યો કે, ‘ભૈયા, ઓનલાઇન થઈ ગયું છે.’ પરંતુ જ્યારે પોર્ટર નક્કી કરેલા લોકેશન પર પહોંચ્યો, ત્યારે ત્યાં કોઈ વ્યક્તિ હાજર નહોતું, માત્ર કચરાનો ઢગલો પડેલો હતો. હેરાન થઈને તેણે મહિલાને કોલ કર્યો અને પૂછ્યું કે, ‘મેડમ, પાર્સલ કોને આપવાનું છે?’ મહિલાનો જવાબ ચોંકાવનારો હતો કે, ‘ભૈયા, ત્યાં જ ફેંકી દો, આ બધો કચરો છે.’ ‘હવે લોકોનો કચરો પણ અમે ડિલિવર કરીશું?’ મહિલાની વાત સાંભળતા જ પોર્ટર હસી પડ્યો અને બોલ્યો, ‘તો હવે અહીં સુધી વાત પહોંચી ગઈ છે, હવે અમે બીજાનો કચરો પણ ડિલિવર કરીશું!’ પોસ્ટના અંતમાં લખવામાં આવ્યું હતું કે, મહિલાએ પોર્ટર સર્વિસનો ખોટો ઉપયોગ કર્યો હતો.
ઘટના વાયરલ થતા જ ઇન્ટરનેટ પર હોબાળો મચી જવા પામ્યો હતો. કેટલાક લોકોએ તેને દેશી જુગાડ ગણાવ્યો, તો કેટલાક લોકોએ કહ્યું કે, આ ભારતીયનું દિમાગ છે. પૈસા આપ્યા, કામ થયું એમાં ખોટું શું છે? તો બીજી તરફ ઘણા લોકોએ તેને ડિલિવરી વર્કરના સન્માન સાથે જોડાયેલો મુદ્દો ગણાવ્યો. એક કમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે, ઉપરથી મજેદાર લાગે છે, પરંતુ અંદરથી અસહજ કરી દે છે. કોઈ મહેનત કરનાર વ્યક્તિનો કચરો ઉપાડવા માટે ઉપયોગ કરવો યોગ્ય નથી. એક યુઝરે કહ્યું કે, સુવિધાનો અર્થ એ નથી કે આપણે ઇન્સાનિયત ભૂલી જઈએ. આવી રીતે લોકો મિશ્રપ્રતિક્રિયા આપી રહ્યા છે.
A girl booked a porter by way of Rapido. The porter arrived on the location and, contained in the gate, a lady handed him a cardboard field full of items.
Earlier than leaving, he requested politely,
“Madam, is the cost on-line or money?”She replied,
“Brother, it’s already paid on-line.”… pic.twitter.com/eccfJETw5L
— Hindu Pleasure 🕉️ (@Hindusena34r) February 4, 2026
આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કરી દીધો છે કે, શું દરેક ઉપલબ્ધ સેવાનો ઉપયોગ વિચાર્યા વગર કરવો જોઈએ? ઘણા યુઝર્સનું માનવું છે કે આ માત્ર જુગાડ નથી, પરંતુ તે સમાજને અરીસો પણ બતાવે છે. Rapido Porter દ્વારા કચરો મોકલવાની આ ઘટના ભલે પહેલી નજરે મજેદાર લાગે. આ કહાની આપણને વિચારવા મજબૂર કરે છે કે, સુવિધા અને માનવતા વચ્ચે સંતુલન જાળવવું કેટલું જરૂરી છે.

