Final Up to date:
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના આંકડા અનુસાર, ચાંદીની કિંમતોમાં લગભગ 73,600 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હી: સોનું અને ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રવિવારે કિંમતી ધાતુઓની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઘરેલું બજારમાં સોનું અને ચાંદી ખૂબ જ સસ્તા થઈ ગયા છે. બજેટના કારણે કમોડિટી બજારમાં રાખેલા સ્પેશિયલ સેશનમાં નવી કિંમતો સામે આવી છે, જેણે રોકાણકારો અને જ્વેલરી ખરીદદારોનું ધ્યાન ખેંચ્યું છે.
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના આંકડા અનુસાર, ચાંદીની કિંમતોમાં લગભગ 73,600 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ચાંદી હવે 2,65,751 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. જ્યારે પહેલા તેનો ભાવ 3,39,350 રૂપિયા પ્રતિ કિલો હતો. વળી 24 કેરેટ સોનાની કિંમત 17,098 રૂપિયા ઘટીને 1,48,697 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઈ છે, જે પહેલા 1,65,795 રૂપિયા હતી. કિંમતોમાં પણ આ મોટા ઘટાડાથી બજારમાં હલચલ તેજ થઈ ગઈ છે.
સોનાના અન્ય કેરેટની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 1,65,131 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 1,36,206 રૂપિયા થઈ ગયો છે. આવી જ રીતે 18 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,11,523 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જે પહેલા 1,24,346 રૂપિયા હતો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર પણ કિંમતોમાં નબળાઈ જોવા મળી છે. અહીં સોનું 2 એપ્રિલ 2026ના કોન્ટ્રાક્ટનો ભાવ 1,48,104 રૂપિયા અને ચાંદીના 5 માર્ચ 2026ના કોન્ટ્રાક્ટનો ભાવ 2,65,652 રૂપિયા નોંધાયો છે.
રવિવારના કારણે આંતરરાષ્ટ્રીય કમોડિટી બજાર બંધ રહ્યા, પણ આ અગાઉ વૈશ્વિક સ્તર પર પણ સોનું અને ચાંદીમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો. કોમેક્સ પર સોનાની કિંમત 11 ટકાથી વધારે તૂટીને 4745 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ, જ્યારે ચાંદીમાં 31 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે. જાણકારોનું કહેવું છે કે અમેરિકી ડોલરના મજબૂત થવાથી ફેડરલ રિઝર્વના વ્યાજ દરોને જાન્યુઆરીમાં સ્થિર રાખવા અને અમેરિકી ફેડ પ્રમુખમાં બદલાવ જેવા કારણોએ કિંમતી ધાતુ પર પ્રેશર બનાવ્યું છે.
Feb 01, 2026 10:24 PM IST

