સોનાની દ્વારકા નગરીનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ત્યારે દરિયામાં સમાઈ ગયેલ પૌરાણિક દ્વારકા નગરીને શોધવા મરીન આર્કિયોલોજિકલ વિભાગ દ્વારા વધુ એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મરીન આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા દરિયાની અંદર સ્કુબા ડાઇવરોને મોકલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સંશોધનથી પૌરાણિક દ્વારિકા વિશે ઘણા બધા રહસ્યો પરથી પડદો ઉઠશે. ઉલ્લેખનીય છે કે દ્વારકાના દરિયાના પેટાળમાં ચાલી રહેલા સંશોધનનો અદભુત નજારો સામે આવ્યો છે.
Source link
