સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જીલ્લા પંચાયતથી લઈ બસ સ્ટેન્ડ સુધી ભોગાવો રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. જે બન્યા બાદ ઘણા સમયથી જીલ્લા પંચાયત થી આર્ટસ કોલેજ સુધી રિવરફ્રન્ટ રોડ પર નાના મોટા વાહનો સહિત એસ.ટી.બસો પસાર થાય છે. પરંતુ તંત્ર દ્વારા બનાવેલ રિવરફ્રન્ટ રોડ વરસાદને કારણે ધોવાઈ જતા તેમજ ઉબડ ખાબડ બની જતા હાલ છેલ્લા દોઢ મહિનાથી મનપા તંત્ર દ્વારા જીલ્લા પંચાયત થી આર્ટસ કોલેજ સુધીના રિવરફ્રન્ટના રિસરફેશિંગની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી ટ્રાફિકની સમસ્યા રોજ સર્જાય છે.
Source link
