સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતઃ બેફામ ગતિએ ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા, એક જ પરિવારના 7 લોકોના મોતથી માતમ છવાયો

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતઃ બેફામ ગતિએ ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા, એક જ પરિવારના 7 લોકોના મોતથી માતમ છવાયો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Surendranagar accident: સુરેન્દ્રનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે સોમવારે વહેલી સવારે જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે ઉપર માતેલા સાંઢની જેમ બેફામ ચાલતા ટ્રકે પદયાત્રીઓને કચડ્યાં હતાં. જેમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. આ તમામ સભ્યોના મોતથી ભરવાડ સમાજમાં માતમ છવાયો હતો.

અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર લખતરના ભાસ્કરપરા ગામ નજીક બેફામ ગતિએ દોડતા ટ્રકે ધજા ચડાવવા જતાં પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ અકસ્માતમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 

એક જ પરિવારના સાત લોકોના મોતથી માતમ છવાયો

અકસ્માતમાં એક સાથે સાત લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. આ તમામ સાત મૃતકો એક જ પરિવારના હતા. એક ઝાટકે આખો પરિવાર વિખેરાયો હતો. પરિવારના સાત સભ્યોના મોતના પગલે ભરવાડ સમાજમાં માતમ છવાયો હતો. આ મૃતકોમાં પાંચ મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે.

રાજકોટથી મેરા જઈ રહ્યા હતા પદયાત્રાળુ

ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા ત્યારે ટ્રક તેમના ઉપર ફરીવળી હતી.

આ અકસ્માતમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. 

આ પણ વાંચોઃ- આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસરને મેદાનમાં ઉતારી, જાણો કોણ છે સોના સિંહ

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી

ધોરીમાર્ગ ઉપર અકસ્માતના સમાચાર મળતા જ  લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *