સુરત: રેલવેમાં નોકરી અપાવવાની લાલચે કરોડો રૂપિયા ચાંઉ કર્યા, આરોપીઓના કાંડ જાણીને આંખો પહોળી થઈ જશે

સુરત: રેલવેમાં નોકરી અપાવવાની લાલચે કરોડો રૂપિયા ચાંઉ કર્યા, આરોપીઓના કાંડ જાણીને આંખો પહોળી થઈ જશે

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

સુરતમાં રેલવેમાં નોકરીના અપાવવાને બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 ઠગબાજોની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓ જે રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હતા તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

સુરતનો ચોંકાવનારો કિસ્સો
સુરતનો ચોંકાવનારો કિસ્સો

સુરત: શહેરમાં ફરી એકવાર નોકરીના નામે મોટી છેતરપિંડીનો ભાંડાફોડ થયો છે. અમરોલી પોલીસે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર બે ઠગબાજોની ધરપકડ કરી છે. આરોપીઓના નામ વિવેક ચૌહાણ અને રવિ ચોટલીયા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ મૂળ અમરેલી જિલ્લાના વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, મુખ્ય આરોપી વિવેક ચૌહાણે પોતે રેલવેમાં લોકો પાયલટ તરીકે ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી હતી. વિશ્વાસમાં લઈને તેણે અમરોલીના નિરાજ ચોટલીયા પાસેથી રેલવેમાં નોકરી અપાવવાના નામે કુલ રૂ. 36.37 લાખ પડાવ્યા હતા. આરોપીઓએ રેલવેની ખોટી ઓર્ડર કોપી આપીને ભોગ બનનારને વિશ્વાસમાં લીધો હતો. પૈસા ચૂકવ્યા બાદ પણ નોકરી અંગે કોઈ પ્રગતિ ન થતાં નિરાજ ચોટલીયાને છેતરપિંડીનું ભાન થયું અને તેમણે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફ

રિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો અને ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને પકડી પાડ્યા. તપાસ દરમિયાન આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. વર્ષ 2022માં વિજય ચાવડા પાસેથી રેલવેમાં નોકરી અપાવવાના નામે રૂ. 33 લાખ પડાવ્યા હતા. વર્ષ 2023માં સોહિલ શર્મા પાસેથી રૂ. 6.75 લાખ વસૂલ્યા હતા. જીલાની કુરેશી પાસેથી પણ રૂ. 15 લાખ પડાવ્યાની વિગતો સામે આવી છે.

આ તમામ કેસોમાં પણ રેલવેમાં ભરતી અપાવવાની ખોટી ખાતરી અને બનાવટી દસ્તાવેજો આપવાની રીત અપનાવવામાં આવી હતી. પોલીસ સૂત્રો અનુસાર, આરોપીઓએ અન્ય ઘણા લોકો સાથે પણ આવી જ છેતરપિંડી આચરી હોવાની આશંકા છે. Surat Police ની અમરોલી પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને મોબાઇલ ડેટા, બેંક ટ્રાન્ઝેક્શન તથા દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલે ડીસીપી લખધીર સિંહ ઝાલાએ જણાવ્યું કે, “સરકારી નોકરીના નામે લોકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોએ પણ આવી લાલચમાં આવીને મોટી રકમ ચૂકવતા પહેલા સત્તાવાર પ્રક્રિયા વિશે ખાતરી કરવી જરૂરી છે.” પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિએ પણ રેલવે અથવા અન્ય સરકારી વિભાગમાં નોકરી અપાવવાના નામે પૈસા પડાવ્યા હોય તો તરત નજીકના પોલીસ મથકમાં સંપર્ક કરે. હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા ચાલુ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *