સુરતમાં મુક-બધિર યુવતીના બળાત્કારના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

સુરતમાં મુક-બધિર યુવતીના બળાત્કારના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

સુરત શહેરમાં ઇચ્છાપોર પોલીસે મુક-બધિર યુવતી સાથેના બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. યુવતીની સંવેદનશીલ સ્થિતિને કારણે પોલીસે ‘મુક-બધિર વિકાસ ટ્રસ્ટ’ની મદદથી સંકેત ભાષા દ્વારા તેમના નિવેદનનો અનુવાદ કરાવ્યો હતો. પોલીસની ઝડપી અને સંવેદનશીલ કામગીરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડી લેવામાં આવ્યો છે.

સુરત સિટી ક્રાઈમ
સુરત સિટી ક્રાઈમ

સુરત: શહેરમાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ સામે પોલીસની કડક કાર્યવાહી દરમિયાન એક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કેસમાં એક મુક-બધિર યુવતીને બ્લેકમેલ કરી બળાત્કાર કરનાર આરોપી નવસારી જિલ્લાના વેસ્મા ખાતેથી પકડાયો છે.

ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારના ભટલાઇ ગામમાં રહેતી એક મુક-બધિર યુવતી (જે સાંભળી કે બોલી શકતી નથી) સાથે આ દુષ્કર્મનો બનાવ બન્યો હતો. આરોપી અભિષેકકુમાર મોતીલાલ શાહ (ઉ.વ. 21)એ યુવતી સાથે મિત્રતા કરીને તેના ફોટા પાડી લીધા હતા. બાદમાં એ ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરવામાં આવી હતી.

બ્લેકમેલના આધારે આરોપીએ યુવતી સાથે બળાત્કાર ગુજારી બાદ નાસી છૂટ્યો હતો. યુવતી મુક-બધિર હોવાને કારણે ઘટના વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. પોલીસે ‘મુક-બધિર વિકાસ ટ્રસ્ટ’ના મદદનીશ શિક્ષકોની મદદથી સંકેત ભાષા દ્વારા યુવતીનું નિવેદન અનુવાદ કરાવ્યું અને સમગ્ર હકીકત બહાર લાવી.

ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન માહિતી મળી કે આરોપી નવસારી જિલ્લાના વેસ્મા વિસ્તારમાં છુપાયો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ત્યાં દબિશ આપી આરોપીને ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલ આરોપી અભિષેકકુમાર મોતીલાલ શાહ (ઉ.વ. 21) મૂળ બિહાર રાજ્યના સારણ (છપરા) જિલ્લાના ધેનુકી ગામનો રહેવાસી છે અને હાલમાં ભટલાઇ ગામ, સુરત ખાતે રહેતો હતો. મુક-બધિર યુવતી જેવા સંવેદનશીલ કેસમાં, સુરત શહેર પોલીસ દ્વારા ઝડપભેર અને સંવેદનશીલ રીતે કાર્યવાહી કરી આરોપીને પકડવામાં આવ્યો છે. હાલમાં આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આગળની તપાસ ચાલુ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *