I Love My india! આ શબ્દો છે, સાઉદી અરેબિયાથી હેમખેમ માદરે વતન પરત ફરેલી એક બાળકીના. મધ્ય પૂર્વમાં સંઘર્ષની સ્થિતિ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકો અમદાવાદ પહોંચતા પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ હતી. ભારત સરકાર અને વિદેશ મંત્રાયલના સઘન પ્રયાસોને કારણે કેટલાક ભારતીયો માદરે વતન પરત ફર્યા હતા. ગત મોડી રાતે 200 જેટલા ગુજરાતી પ્રવાસીઓને લઈને એક ફ્લાઈટ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચી હતી. સાઉદી અરેબિયાના જેદ્દાહ ખાતેથી યાત્રા પૂર્ણ કરીને ગુજરાતના મુસાફરોનો મોટો જથ્થો ગત રાત્રે સુરક્ષિત રીતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યો છે. ઈન્ડિગો એરલાઇન્સની વિશેષ ફ્લાઈટ મારફતે અંદાજિત 200 જેટલા પેસેન્જર્સ રાત્રિના સમયે અમદાવાદ આવી પહોંચ્યા હતા. માદરે વતન આવી પહોંચેલા પ્રવાસીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
Source link
