મનોરંજન ન્યૂઝ | રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ સોમવારે અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) ને KD: ધ ડેવિલ ગીત ” સરકે ચુનાર તેરી” ના સંદર્ભમાં તેની સમક્ષ હાજર થવાની અંતિમ તક આપી અને સુનાવણીની આગામી તારીખ 27 એપ્રિલ નક્કી કરી હતી.
નોરા ફતેહી સરકે ચુનાર તેરી ગીત વિવાદ
આ ગીતના કથિત વાંધાજનક શબ્દોને કારણે આ કમિશને સ્વતઃ નોંધ લીધી હતી અને 6 એપ્રિલે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન ફતેહીના વકીલ કમિશન સમક્ષ હાજર થયા હતા. જોકે, પેનલે તેમના વકીલ દ્વારા રજૂ કરાયેલી રજૂઆત સ્વીકારી ન હતી અને અભિનેતાને તેની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
NCW એ જણાવ્યું કે “નોરા ફતેહીને 27 એપ્રિલ, 2026 ના રોજ કમિશન સમક્ષ રૂબરૂ હાજર થવાની અંતિમ તક આપવામાં આવી છે.”
આ સુનાવણી NCW ના અધ્યક્ષ વિજયા રહાતકરના અધ્યક્ષસ્થાને થઈ હતી. કાર્યવાહી દરમિયાન, ગીતકાર રકીબ આલમ, દિગ્દર્શક પ્રેમ અને KVN પ્રોડક્શન્સના પ્રતિનિધિઓ – ગૌતમ કેએમ અને સુપ્રિત – કમિશન સમક્ષ હાજર થયા હતા.
રકુલ પ્રીત સિંહ ‘બ્લેક મેજિક’: બોલ્ડ આઉટફિટમાં અભિનેત્રીની અદા પર ફેન્સ ફિદા, જુઓ ગ્લેમરસ ફોટા
રાહટકરે ગીતના શબ્દો પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તે મહિલાઓના ગૌરવની વિરુદ્ધ છે અને સમન્સ પાઠવવામાં આવેલા લોકોના દાવાને નકારી કાઢ્યો કે તેઓ ગીતના અર્થથી અજાણ છે.
તેણે કહ્યું કે “સર્જનાત્મકતાના નામે મહિલાઓના ગૌરવ સાથે સમાધાન કરી શકાતું નથી,” NCW એ જણાવ્યું હતું કે હાજર વ્યક્તિઓએ લેખિત માફી માંગી હતી અને સ્વીકાર્યું હતું કે ગીતનો સમાજ પર નેગેટિવ પ્રભાવ પડ્યો હતો. તેણે પેનલને એમ પણ કહ્યું કે તેઓ આગામી ત્રણ મહિનામાં મહિલા સશક્તિકરણ માટે કામ કરશે અને કમિશનને રિપોર્ટ સુપરત કરશે.

