સરકારી અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરી શકો! ગૃહ વિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર

સરકારી અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરી શકો! ગૃહ વિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

નવા નિયમ મુજબ, જો કોઈ પોલીસ સ્ટેશનમાં સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આવે, તો તરત ગુનો નોંધવામાં નહીં આવે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

ગાંધીનગર: રાજ્યમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કરવામાં આવતી પાયાવિહોણી ફરિયાદો અને માનસિક હેરાનગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોઈપણ સરકારી અધિકારી વિરુદ્ધ સીધી રીતે એફઆઈઆર નોંધાશે નહીં. કોઈપણ ગુનાની નોંધણી પહેલાં ફરજિયાત પ્રાથમિક ચકાસણી કરવાની રહેશે. આ નિર્ણયને વહીવટી તંત્ર માટે એક પ્રકારની ‘રક્ષણાત્મક ઢાલ’ તરીકે જોવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે વહીવટી નિર્ણયો, જમીન-મકાનના વિવાદો, લાયસન્સ પ્રક્રિયા અથવા અંગત અદાવતના કારણે સરકારી અધિકારીઓ સામે ખોટી ફરિયાદો કરવામાં આવે છે. ઘણીવાર માત્ર ફરિયાદના આધારે જ એફઆઈઆર નોંધાતી હોવાના કારણે પ્રામાણિક અધિકારીઓને લાંબી તપાસ, બદનામી અને માનસિક દબાણનો સામનો કરવો પડતો હતો. ગૃહ વિભાગે આ સ્થિતિને ગંભીર ગણાવીને નવો પરિપત્ર જારી કર્યો છે.

નવા નિયમ મુજબ, જો કોઈ પોલીસ સ્ટેશનમાં સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આવે, તો તરત ગુનો નોંધવામાં નહીં આવે. પહેલા ફરિયાદની સત્યતા અને પરિસ્થિતિની પ્રાથમિક તપાસ કરવામાં આવશે. ખાસ કરીને ભ્રષ્ટાચાર, સત્તાના દુરુપયોગ અથવા ગંભીર આક્ષેપોના કેસમાં, તપાસ શરૂ કરતા પહેલાં સંબંધિત વિભાગના વડા અથવા સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

આ પરિપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખોટી ઓળખ, નનામી અરજી અથવા પુરાવા વગર કરવામાં આવેલી ફરિયાદોને હવે સીધી રીતે રદ કરવામાં આવશે. સાથે જ પ્રાથમિક તપાસ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી ફરિયાદ વર્ષો સુધી લટકતી ન રહે અને નિર્દોષ અધિકારીઓને બિનજરૂરી તપાસનો સામનો ન કરવો પડે.

વહીવટી ક્ષેત્રે આ નિર્ણયને હકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓ હવે ડર અને દબાણ વગર નીતિવિષયક નિર્ણયો લઈ શકશે, જેના કારણે સરકારની યોજનાઓના અમલમાં ઝડપ આવશે. વહીવટી સૂત્રોનું માનવું છે કે આ નિર્ણયથી ‘ડિસિઝન પેરાલિસિસ’ની સ્થિતિ ઘટશે, જેમાં અધિકારીઓ ફરિયાદના ભયથી મહત્વપૂર્ણ નિર્ણય લેતા અટકતા હતા.

જોકે, સરકાર તરફથી એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિયમનો અર્થ એવો નથી કે ભ્રષ્ટ અધિકારીઓને બચાવવામાં આવશે. જો કોઈ અધિકારી સામે પ્રાથમિક તપાસમાં આક્ષેપો સાચા સાબિત થશે, તો તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની ઢીલાશ નહીં દાખવવામાં આવે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *