સઉદી અરબ ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, સ્માર્ટ ટાઉનશિપ અને પોર્ટમાં રોકાણ કરશે: ભારત-UAE વચ્ચે થઈ મોટી ડિલ

સઉદી અરબ ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, સ્માર્ટ ટાઉનશિપ અને પોર્ટમાં રોકાણ કરશે: ભારત-UAE વચ્ચે થઈ મોટી ડિલ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

યૂએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની ભારત યાત્રા ભલે નાની હતી, પણ તેનું પરિણામ પાકિસ્તાન વિચારે છે, તેનાથી કરતા ક્યાંય મોટું છે.

News18
News18

નવી દિલ્હી: કૂટનીતિની દુનિયામાં એવું કહેવાય છે કે દેકારો કરવાથી સફળતા નથી મળતી. પાકિસ્તાને સઉદી અરબ સાથે પોતાની ડિલનો ખૂબ ઢીંઢોરો પીટ્યો હતો, પણ સોમવારે દિલ્હીમાં ખાલી દોઢ કલાકની અંદર એવી કહાની લખાઈ ગઈ, જેણે ઈસ્લામાબાદના તમામ દાવાને ખોખલા સાબિત કરી દીધા.

યૂએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની ભારત યાત્રા ભલે નાની હતી, પણ તેનું પરિણામ પાકિસ્તાન વિચારે છે, તેનાથી કરતા ક્યાંય મોટું છે. જ્યાં પાકિસ્તાન 20 અબજ ડોલરનું સપનું જોઈ રહ્યું છે, તો વળી ભારત અને યૂએઈએ 200 અબજ ડોલર એટલે કે 16 લાખ કરોડ રૂપિયાના વિશાળ ટાર્ગેટ નક્કી કરી દુનિયાને ચોંકાવી દીધી છે.

આંકડા ખોટું નથી બોલતા અને ભારત-યુએઈ વચ્ચે નક્કી થયેલા આ ટાર્ગેટે પાકિસ્તાનની આર્થિક ઓકાતની પોલ ખોલી નાખી છે. તેને બે આંકડામાં સમજવાની કોશિશ કરીએ.

પાકિસ્તાન-શહબાઝ શરીફ સરકારે સઉદી અરબ સાથે માંડ માંડ 20 અબજ ડોલરનો ટ્રેડ અને રોકાણ ટાર્ગેટ નક્કી કર્યો હતો. હાલમાં તેમનો વેપાર ખાલી 5.7 અબજ ડોલર પર અટકેલો છે અને તે હાલમાં પ્રથમ તબક્કાના 5 અબજ ડોલરના રોકાણ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

ભારત-બીજી તરફ ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પુષ્ટિ કરી છે કે ભારત અને યુએઈનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલરના આંકડાને પાર કરી ચૂક્યો છે. હવે પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિએ તેને ડબલ કરતા 2032 સુધીમાં 200 અબજ ડોલર સુધી લઈ જવાનો નિર્ણય લીધો છે.

દોઢ કલાકની મુલાકાત અને ઐતિહાસિક નિર્ણય

પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિને ભેટીને સ્વાગત કર્યું. ત્યાર બાદ પીએમ આવાસ સુધીની યાત્રા અને ખાલી દોઢ કલાકની બેઠકમાં જે નિર્ણય લેવાયા, તે પાકિસ્તાનની દેવું કરીને ઘી પીવાની ડિપ્લોમેસીની એકદમ ઉલટ છે. વિદેશ મંત્રાલય અનુસાર, 2022માં થયેલા CEPA ડિલ બાદ વેપાર રોકેટની ગતિએ વધ્યો છે. હવે 200 બિલિયન ડોલરના ટાર્ગેટમાં ભારતના MSME સેક્ટરને પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યૂરેશિયા સુધી પહોંચાડવાનો રોડમેપ તૈયાર કર્યો છે.

ક્યાં વપરાશે આ રૂપિયા

પાકિસ્તાન જ્યાં સઉદી પાસેથી રિફાઈનરી અને ઉધારીના તેલની વાત કરી રહ્યું છે, તો વળી ભારત અને યૂએઈએ ભવિષ્યના ટેકનિક પર હાથ મિલાવ્યો છે. સૌથી મોટી ડિલ ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિઝર્વને લઈને થઈ છે. યૂએઈ અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ, સ્માર્ટ ટાઉનશિપ અને નવું પોર્ટ ડેવલપ કરશે. આ સીધું રોકાણ છે, કોઈ દેવું નથી.

ભારતની સંસ્થા ઈન-સ્પેસ અને યૂએઈ સ્પેસ એજન્સી મળીને સેટેલાઈટ ફેક્ટરી અને લોન્ચ કોમ્પ્લેક્સ બનાવશે. સાથે જ ન્યૂક્લિયર એનર્જી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પણ સહમતિ બની છે.

બંને દેશોએ રક્ષા ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી પર કામ શરુ કરી દીધું છે. જે ખરીદ-વેચાણથી આગળ વધી સાથે મળીને હથિયાર બનાવવાની દિશામાં મોટું પગલું છે. કહેવાય છે કે યૂએઈ ભારતના હથિયાર માર્કેટમાં પૈસા રોકી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *