સુરતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ લાગી છે. ડાયમંડ સીટીના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગતા આસપાસની કંપનીમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં પડેલા કેમિકલ ડ્રમમાં 30 થી વધારે એક બાદ એક બ્લાસ્ટ થયાં હતા. તો વિકરાળ આગને કારણે ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થયાની માહિતી નથી.
Source link
