શૂટિંગ દરમિયાન સર્જાયો કરુણ અકસ્માત! લોકપ્રિય અભિનેતાનું દરિયામાં ડૂબી જવાથી મોત

શૂટિંગ દરમિયાન સર્જાયો કરુણ અકસ્માત! લોકપ્રિય અભિનેતાનું દરિયામાં ડૂબી જવાથી મોત

મનોરંજન ENTERTAINMENT
Spread the love


બંગાળી સિનેમાના લોકપ્રિય અભિનેતા રાહુલ અરુણોદય બેનર્જીના આકસ્મિક મોતથી સમગ્ર મનોરંજન જગત સ્તબ્ધ છે. ઓડિશા-પશ્ચિમ બંગાળની સરહદ નજીક દીઘાના તાલસારી બીચ પર એક ટીવી સિરીઝના શૂટિંગ દરમિયાન દરિયાના મોજામાં ખેંચાઈ જવાથી રાહુલ બેનર્જીનું મોત નીપજ્યું હતું. 

કેવી રીતે બની આ દુર્ઘટના?

અહેવાલો અનુસાર, સાંજે 5 થી 5:30 ની વચ્ચે શૂટિંગ પૂર્ણ થયા બાદ રાહુલ એકલા દરિયામાં ઉતર્યો હતો. તેની સહ-અભિનેત્રી શ્વેતા મિશ્રા કિનારે જ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, રેતીમાં તેનો પગ ફસાઈ ગયો હતો.

આ સમયે એક વિશાળ મોજું આવતા તે સંતુલન ગુમાવી બેઠો અને પાણીમાં ખેંચાયો. પ્રોડક્શન યુનિટે બચાવવા પ્રયાસ કર્યો અને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા. પોલીસ અત્યારે આ મામલે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી તપાસ કરી રહી છે.

Advertisment

Screen Awards Banner

3 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી

દિગ્દર્શક વિશ્વનાથ બેનર્જીના પુત્ર રાહુલે માત્ર 3 વર્ષની વયે બાળ કલાકાર તરીકે રંગમંચ પર પદાર્પણ કર્યું હતું. તેણે અંદાજે 450 થી વધુ સ્ટેજ શો કર્યા હતા. 17 વર્ષની ઉંમરે મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ચકા’ થી ઓળખ મેળવ્યા બાદ, 2008 માં રાજ ચક્રવર્તીની ફિલ્મ ‘ચિરોદિની તુમી જે અમાર’ (Chirodini Tumi Je Amar) થી તેઓ સ્ટાર બન્યો હતો. 

અંગત જીવન અને પરિવાર

રાહુલ અને અભિનેત્રી પ્રિયંકા સરકારની જોડી પડદા પર અને વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જાણીતી હતી. 2010 માં લગ્ન કર્યા બાદ તેને એક પુત્ર ‘સહજ’ છે. 2017 માં તેઓ અલગ થયા હતા, પરંતુ 2023 માં બાળકના ભવિષ્ય માટે તેઓ ફરી એક થયા હતા. રાહુલે તેના પુત્રના નામ પરથી ‘સહજ કથા’ નામની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી હતી.

દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો

મમતા બેનર્જી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કરતા કહ્યું, “હું સ્તબ્ધ અને અત્યંત દુઃખી છું. રાહુલ એક પ્રતિભાશાળી અભિનેતા હતો. આ બંગાળી મનોરંજન જગત માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે.”

રાજ ચક્રવર્તી: ફિલ્મ નિર્માતાએ જણાવ્યું કે, “રાહુલ એક અદભૂત અભિનેતા હતો અને તેની પાસે અપાર શક્યતાઓ હતી. આ સમાચાર અવિશ્વસનીય છે.”

પ્રિયંકા સરકાર: રાહુલી પત્ની પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને આ મુશ્કેલ સમયમાં પરિવારની ગોપનીયતા (Privateness) જાળવવા વિનંતી કરી છે.

બહુચર્ચિત રણબીર કપૂરની રામાયણ ફિલ્મનું ટિઝ આ દિવસે થશે રિલીઝ

માત્ર 43 વર્ષની વયે રાહુલ બેનર્જીનું જવું એ બંગાળી સિનેમા માટે મોટો ફટકો છે. અદાકારી અને સરળ સ્વભાવને કારણે તે હંમેશા ચાહકોના હૃદયમાં જીવંત રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *