શું તમારે પણ ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વધારવા છે ફોલોઅર્સ? બસ આ 4 સ્માર્ટ ટિપ્સ ફોલો કરો; રાતોરાત બની જશો સ્ટાર!

શું તમારે પણ ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વધારવા છે ફોલોઅર્સ? બસ આ 4 સ્માર્ટ ટિપ્સ ફોલો કરો; રાતોરાત બની જશો સ્ટાર!

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

સોશિયલ મીડિયાના યુગમાં દરેક લોકોને એવી ઇચ્છા હોય છે કે, તેમના ફોલોઅર્સ ઝડપથી વધવા લાગે, અને રાતોરાત સ્ટાર બની જાય. ઘણા લોકો આ માટે મહેનત કરે છે, પરંતુ સફળતા મળતી નથી. તેથી જો તમે પણ ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી ફોલોઅર્સ વધારવા માગતા હોય તો આ 4 સ્માર્ટ ટિપ્સ ફોલો કરો.

ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાની સ્માર્ટ ટિપ્સ
ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાની સ્માર્ટ ટિપ્સ

આજના ડિજિટલ યુગમાં ઇન્સ્ટાગ્રામ માત્ર ટાઈમ પાસ માટેની એપ નથી રહી, પરંતુ તે કમાણી અને પોતાની આગવી ઓળખ બનાવવાનું એક શાનદાર માધ્યમ બની ગયું છે. દરરોજ આપણે જોઈએ છીએ કે, સામાન્ય લોકો રીલ્સ બનાવીને ફેમસ થઈ રહ્યા છે અને, મોટી કમાણી પણ કરી રહ્યા છે. જોકે, સત્ય એ પણ છે કે, ઘણા ક્રિએટર્સ ખૂબ મહેનત કરે છે અને સારું કન્ટેન્ટ પણ બનાવે છે, તેમ છતાં તેમના ફોલોઅર્સ વધવાને બદલે ત્યાંના ત્યાં જ રહે છે.

એવામાં મનમાં સવાલ થાય છે કે, જ્યારે બધું બરાબર છે તો ગ્રોથ કેમ નથી થઈ રહ્યો? સાચું કારણ એ છે કે, તેઓ ઇન્સ્ટાગ્રામને યોગ્ય રીતે સમજી શકતા નથી. જો તમે આ પ્લેટફોર્મને સમજીને સ્માર્ટ સ્ટ્રેટેજી અપનાવો, તો ગણતરીના મહિનાઓમાં જ તમારું એકાઉન્ટ ઝડપથી સફળતા મેળવી શકે છે.

કન્ટેન્ટ સારું હોવું જોઈએ

સૌ પ્રથમ વાત કરીએ કન્ટેન્ટની. આજના સમયમાં લાંબા અને બોરિંગ વીડિયો કોઈ જોતું નથી. ટૂંકા, મજેદાર અને કામની વાત જણાવતા વીડિયો સૌથી વધુ ચાલે છે. યાદ રાખો કે, વીડિયોની પહેલી ત્રણ સેકન્ડ ખૂબ જ કિંમતી હોય છે. જો શરૂઆત દમદાર નહીં હોય, તો લોકો તરત જ સ્ક્રોલ કરી દેશે. તેથી ઓપનિંગ લાઈન મજેદાર રાખો, સબટાઈટલ ઉમેરો અને મેસેજ સ્પષ્ટ રાખો, જેથી લોકો વીડિયો આખો જોવે અને તેને લાઈક તથા શેર પણ કરે.

પોસ્ટ કરવામાં ધ્યાન આપો

ઘણીવાર લોકો અઠવાડિયામાં એકાદ પોસ્ટ મૂકીને અપેક્ષા રાખે છે કે, ફોલોઅર્સ વધી જાય, પણ એવું થતું નથી. ઇન્સ્ટાગ્રામ એવા જ એકાઉન્ટ્સને આગળ વધારે છે જે દરરોજ એક્ટિવ રહે છે. ગ્રોથ માટે પ્રયત્ન કરો કે, અઠવાડિયામાં ઓછામાં ઓછી 4થી 5 રીલ્સ અને દરરોજ 2થી 3 સ્ટોરી ચોક્કસપણે અપલોડ કરો. આ સાથે જ, પોસ્ટ હંમેશા એવા સમયે કરો જ્યારે તમારી ઓડિયન્સ સૌથી વધુ એક્ટિવ હોય. યોગ્ય ટાઈમિંગ તમારી રીચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

એક વિષય પકડીને ચાલો

બધા જ વિષયો પર થોડું-થોડું કન્ટેન્ટ બનાવવા કરતા કોઈ એક ખાસ વિષયના એક્સપર્ટ બનવું વધુ હિતાવહ છે. ફિટનેસ, ફાઈનાન્સ, એજ્યુકેશન કે એન્ટરટેઈનમેન્ટ. તમને જે વિષયમાં રસ હોય તેના પર જ ફોકસ કરો. આજકાલ બ્રાન્ડ્સ માત્ર ફોલોઅર્સની સંખ્યા નથી જોતી, પણ એન્ગેજમેન્ટ અને તમારી પાસે કેવી ઓડિયન્સ છે તે જોવે છે. એક ચોક્કસ કેટેગરીમાં તમારી ઓળખ ઊભી થવાથી બ્રાન્ડ ડીલ્સ, એફિલિએટ માર્કેટિંગ અને ઓનલાઇન પ્રોડક્ટ્સ વેચવાના રસ્તાઓ ખૂબ જ સરળતાથી ખુલી જાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *