શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાયું! SIRની કામગીરીમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ

શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાયું! SIRની કામગીરીમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

થાન ખાતે રહેતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નં. 7 ભરાયું હોવાનો આરોપ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિ થતી હોવાનો દાવો કરાયો છે.

પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નં. 7 ભરાયું હોવાનો આરોપ છે.
પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નં. 7 ભરાયું હોવાનો આરોપ છે.

સુરેન્દ્રનગર: SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. થાન ખાતે રહેતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નં. 7 ભરાયું હોવાનો આરોપ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિ થતી હોવાનો દાવો કરાયો છે. આ સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મુદ્દે આકરા પ્રહારો કરી લોકોને પણ આ મામલે સાવચેત રહેવા તાકીદ કરી છે.

ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જેમાં કોઈને વાંધો હોય તો ચૂંટણી પંચ દ્વારા વાંધા અરજી મંગાવવામાં આવી રહી છે. ચોટીલા મતવિસ્તારની ફોર્મ નંબર 7ની વિગતો ચૂંટણી અધિકારી પાસેથી માગતા મળેલી યાદી ખૂબ જ ચોંકાવનારી છે. આમાંથી સૌથી ચોંકાવનારું નામ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું સામે આવ્યું છે. તેમનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભાજપના લોકોએ કરી છે.

તેમણે કહ્યું કે, તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે કોઇ હિતેશ રાઠોડના નામથી અરજી કરવામાં આવી છે. તેને જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં ફોન લાઉડ સ્પીકર ઉપર રાખી કોલ કરવામાં આવતાં તે નામનો વ્યક્તિ મળી આવ્યો નથી. તે નંબર રાજકોટના કોઇ અજાણ્યા વ્યક્તિનો છે.

ચૂંટણી અધિકારી સુદીપ શાહે જણાવ્યું કે, નામ કમી કરવા માટે તે પણ વાંધા અરજી મળી છે, તેમાં સુનવણીની યોગ્ય તક આપ્યા પછી જ નામ કમી થઈ શકે છે. માત્ર કોઈના ફોર્મ રજૂ કરવાથી ક્યારેય કોઇપણ મતદારનું નામ કમી થતું નથી. તે બાબતે ચૂંટણી પંચની બહુ સ્પષ્ટ અને પારદર્શી ગાઈડ લાઇન છે. તે મુજબ જ આપણા જિલ્લામાં કાર્યવાહી થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *