Mrunal Thakur Do Deewane Shaher Mein Teaser Launch: મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ‘દો દીવાને શહેર મેં’નું રોમેન્ટિક ટીઝર રિલીઝ થયું છે. ટીઝરમાં સ્કૂલની ઓલ્ડ લવ સ્ટોરી જેવી લાગે છે, જેમાં બે તદ્દન અલગ પ્રકારના લોકો એકબીજા નજીક આવે છે. વેલેન્ટાઇન નજીક રિલીઝ થનાર આ ફિલ્મ જોઇ દર્શકોને પોતાના શાળા કોલેજનો પ્રેમ યાદ આવી જશે.
ઝી સ્ટુડિયો અને ભણસાલી પ્રોડક્શન્સની આ ફિલ્મનો ફર્સ્ટ લુક ખૂબ જ સુંદર છે અને કહાણી આપણને પ્રેમની કાચી, ભાવનાત્મક અને આશ્ચર્યથી ભરેલી ઝલક બતાવે છે. ટીઝર જોઈને જુના પ્રેમની યાદ દર્શકોના દિલમાં પણ તાજી થઈ જશે.
મૃણાલ અને સિદ્ધાંતની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી ફ્રેશ અને રિયલ લાગે છે. ફ્રેમ બાય ફ્રેમ, રોમાંસ અને લાગણીઓથી ભરેલું આ ટીઝર, બેકગ્રાઉન્ડમાં વાગતા ગીત ‘દો દીવાને શહેર મેં’ સાથે હૃદયને સ્પર્શી જાય છે. બંને એવા પાત્રો ભજવી રહ્યા છે જે પોતાને સમજવાની યાત્રા પર છે અને તેમના જીવનમાં પ્રેમની ટક્કર લાગે છે.
ફિલ્મની ટીમનો દાવો છે કે તે સાચો રોમાન્સ અને ઊંડી ભાવનાત્મક વાર્તા રજૂ કરશે. ટીઝર રિલિઝ થતાં ચાહકો હવે ખાસ કરીને વેલેન્ટાઇન વીકની નજીક ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો | ધુરંધર 2 ટીઝર આ મૂવી સાથે થિયેટરમાં રજૂ થશે! રણવીર સિંહની ફિલ્મે તોડ્યા કમાણીના રેકોર્ડ
દો દિવાને શહેર મેં રિલીઝ ક્યારે થશે?
ઝી સ્ટુડિયો અને ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત, મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન રવિ ઉદયવરે કર્યું છે અને સંજય લીલા ભણસાલી, પ્રેરણા સિંહ, ઉમેશ કુમાર બંસલ અને ભરત કુમાર રંગા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. દો દીવાને સહર મેં ફિલ્મ વેલેન્ટાઇલ વીક બાદ 20 ફેબ્રુઆરી 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.
