વૃદ્ધ 16 લાખ ટ્રાન્સફર કરે તે પહેલા પોલીસ પહોંચી ગઈ!

વૃદ્ધ 16 લાખ ટ્રાન્સફર કરે તે પહેલા પોલીસ પહોંચી ગઈ!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



વડોદરામાં વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા. સાયબર ઠગોએ એક વૃદ્ધને 5 દિવસ સુધી વીડિયો કૉલ પર ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. SCના નકલી દસ્તાવેજો મોકલી વૃદ્ધને ડરાવવાનો પ્રયાસ કર્યો. ફોન પર મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી 16 લાખ રૂપિયા માગ્યા. ઠગબાજોની સતત ધમકીઓથી ડરેલા વૃદ્ધે પોતાની 16 લાખની FD તોડવાની તૈયારી પણ દેખાડી. વૃદ્ધ જ્યારે ઠગબાજોને પૈસા મોકલવા માટે FD તોડવા બેંક પહોંચ્યા ત્યારે બ્રાન્ચ મેનેજરને શંકા ગઈ. બ્રાન્ચ મેનેજરે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે 16 લાખનું ટ્રાન્ઝેક્શન અટકાવ્યું. બ્રાન્ચ મેનેજરની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીએ વૃદ્ધને સાયબર ફ્રોડથી બચાવ્યા. પીડિતની પુત્રીએ આ મદદ બદલ પોલીસનો આભાર માન્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *