ખંભાળિયાના માંજા ગામે વૃદ્ધ મહિલાને બંધક બનાવી માર મારી 4 શખ્સોએ લૂંટ કરી હતી. વૃદ્ધ મહિલા પોતાના ઘરે સુતા હતા ત્યારે મોડી રાત્રે કોઈ હથિયાર વડે દરવાજો તોડી અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને વૃદ્ધ મહિલાને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. સાથે જ મહિલાના કાનમાં પહેરેલ સોના-ચાંદીના દાગીના રોકડ સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે હવે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Source link
