અમદાવાદમાં સ્કૂલ વાનનો અકસ્માત સર્જાયો છે. ખોડિયાર નગર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તે BRTS બસની રેલિંગ સાથે અથડાઈ હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માત સમયે સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે એકપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની ઈજા ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે આ સ્કૂલ વાન શહેરની જાણીતી દીવાન બલ્લુભાઈ સ્કૂલની હતી. જે નિયમ મુજબ ન દોડતી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ધારાધોરણ પ્રમાણે કોમર્શિયલ વાહન હોવું ફરજિયાત જરૂરી છે, ત્યારે આ સ્કૂલ વાન વ્હાઈટ નંબર પ્લેટ સાથે દોડતી હોવાનો ખુલાસો થતાં તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
Source link
