પોલીસ તપાસમાં આરોપીએ 172 લોકો પાસેથી 1 કરોડ 20 લાખ જેટલી રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. આરોપી આ રીતે છેતરપિંડી કરવાની ટેવ ધરાવે છે. અગાઉ પણ તેની વિરુદ્ધમાં સેટેલાઇટ, સરખેજ, કૃષ્ણનગર, અને વડોદરામાં ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. અને જુનાગઢ, સુરત જેવા શહેરોમાં સતત નાસતો ફરતો હતો. જો કે તે જુનાગઢના આશ્રમના વોટ્સઅપ ગ્રુપમાં સક્રિય હોવાની જાણ પોલીસને થઈ હતી. જેથી પોલીસ પણ સામાન્ય વ્યક્તિ તરીકે આ વોટ્સઅપ ગ્રુપમાં એડ થઈ હતી. જેના આધારે પોલીસે તેની ગતિવિધિઓ પર નજર રાખીને ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ આરોપીની ધરપકડ કરી છે.

