વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાનું હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે,  પીએમ મોદીને આમંત્રણ

વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાનું હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે, પીએમ મોદીને આમંત્રણ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Vijay Deverakonda Rashmika Mandanna Marriage ceremony Reception: પાવર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ લેક સિટી ઉદયપુરમાં એક અત્યંત ખાનગી અને શાહી સમારોહમાં લગ્ન કર્યા હતા. હવે આ દંપતી તેમના લગ્નની ઉજવણીને વધુ ભવ્ય બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

રશ્મિકા અને વિજય દિલ્હી પહોંચ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને તેમને રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં આ કપલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે જોવા મળી રહ્યા છે.

પીએમ મોદીને રિસેપ્શનમાં આમંત્રણ

વિજય અને રશ્મિકાએ વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી અને 4 માર્ચે હૈદરાબાદમાં યોજાનારા તેમના રિસેપ્શન માટે સત્તાવાર આમંત્રણ કાર્ડ આપ્યું હતું.

પરંપરાગત ભેટ: આ મુલાકાત દરમિયાન વિજયે વડા પ્રધાનને સન્માન સ્વરુપ એક પરંપરાગત શાલ ભેટ આપી હતી અને બંનેએ જીવનની આ નવી સફર માટે વડા પ્રધાન પાસેથી આશીર્વાદ લીધા હતા.

આ દંપતી ગૃહ મંત્રી અમિત શાહને પણ મળ્યા હતા અને તેમને સમારોહનો ભાગ બનવા આમંત્રણ આપ્યું હતું.

પીએમ મોદીનો ભાવુક પત્ર

વડા પ્રધાને આ દંપતીને વિશેષ શુભેચ્છા પત્ર પણ મોકલ્યો હતો. વિજયના માતા-પિતાને લખેલા આ પત્રમાં પીએમએ આ દંપતીને ફિલ્મી સ્ટાઇલમાં અભિનંદન આપતા લખ્યું હતું કે વિજય અને રશ્મિકા ફિલ્મોની દુનિયાના માહિર ખેલાડી છે, પરંતુ અસલી જીવનનો આ નવો અધ્યાય, જે પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો છે, કોઈ પણ સિલ્વર સ્ક્રિનના જાદુ કરતાં વધુ સુંદર હશે. 

આ પણ વાંચો – લગ્ન પછી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનો પ્રથમ જાહેર દેખાવ! જુઓ વાયરલ ફોટા

હૈદરાબાદમાં 4 માર્ચે રિસેપ્શન

હવે સમગ્ર ઇન્ડસ્ટ્રીની નજર 4 માર્ચ 2026ના રોજ યોજાનારા વિજય અને રશ્મિકાના મેગા રિસેપ્શન પર છે. આ ઇવેન્ટ હૈદરાબાદમાં યોજાવાની છે, જેમાં એવો અંદાજ લગાવવામાં આવી રહી છે કે દેશની મોટી રાજકીય હસ્તીઓની સાથે સાઉથ અને બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ એક છત નીચે જોવા મળશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *