વાહ આને કહેવાય કુદરતનો ન્યાય! ચોરી થયેલી ભેંસ આપોઆપ 74 દિવસ બાદ ઘરે પહોંચી ગઈ, અનોખી રીતથી અસલી માલિકને મળી

વાહ આને કહેવાય કુદરતનો ન્યાય! ચોરી થયેલી ભેંસ આપોઆપ 74 દિવસ બાદ ઘરે પહોંચી ગઈ, અનોખી રીતથી અસલી માલિકને મળી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

આ કિસ્સો ચિત્રકૂટ જિલ્લાના માનિકપુર વિસ્તારના શિવનગર ગામનો છે. અહીં આરતી પાંડેના ઘરે બિટ્ટુ નામની ભેંસ છેલ્લે ત્રણ વર્ષથી રહેતી હતી. ત્યારે 1 નવેમ્બરના રોજની માફક આરતી પાંડે ભેંસને ચરાવવા માટે ઘરેથી બહાર લઈ ગઈ હતી અને છોડી દીધી.

74 દિવસ બાદ અસલી માલિકને મળી ગઈ ભેંસ
74 દિવસ બાદ અસલી માલિકને મળી ગઈ ભેંસ

ચિત્રકૂટ: અત્યાર સુધીમાં તમે પોલીસ સ્ટેશનમાં ચોરી, મારપીટ અને જમીની વિવાદની સુનાવણી થતી જોઈ હશે. પણ ચિત્રકૂટમાંથી એક એવો અનોખો અને અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેણે પોલીસથી લઈને ગામના લોકો બધાને ચોંકાવી દીધા. અહીં વિવાદ કોઈ માણસનો નહીં પણ ભેંસનો હતો. ખાસ વાત એ છે કે આ ભેંસે 74 દિવસ બાદ પણ પોતાના અસલી માલિકને ઓળખી લીધા અને કોઈ પણ જબરદસ્તી વિના ખુદ રોડ અને શેરીઓમાં થઈને તે પોતાના અસલી ઘરે પહોંચી ગઈ. આ નજારો જોઈ ઘટનાસ્થળે હાજર સૌ કોઈના ચહેરા પર હાસ્ય સાથે નવાઈ જોઈ શકાતી હતી.

શું છે સમગ્ર મામલો

આપને જણાવી દઈએ કે, આ કિસ્સો ચિત્રકૂટ જિલ્લાના માનિકપુર વિસ્તારના શિવનગર ગામનો છે. અહીં આરતી પાંડેના ઘરે બિટ્ટુ નામની ભેંસ છેલ્લે ત્રણ વર્ષથી રહેતી હતી. ત્યારે 1 નવેમ્બરના રોજની માફક આરતી પાંડે ભેંસને ચરાવવા માટે ઘરેથી બહાર લઈ ગઈ હતી અને છોડી દીધી. પણ સાંજ થતાં તે પાછી આવી નહીં. પહેલા તો પરિવારે આજુબાજુમાં શોધખોળ કરી, સંબંધીઓ અને મિત્રોને ત્યાં પૂછપરછ કરી, પણ બિટ્ટુનો કોઈ પત્તો લાગ્યો નહીં. આખરે થાકી હારીને આરતી પાંડેએ માનિકપુર પોલીસ સ્ટેશનમાં ભેંસ ગુમ થવાની ફરિયાદ નોંધાવી. ત્યારે એક મહિના બાદ 8 ડિસેમ્બરના રોજ કહાનીમાં નવો વળાંક આવ્યો.

આરતી પાંડેને સૂચના મળી હતી કે તેમની ભેંસ ઘરથી લગભગ 12 કિમી દૂર કેકરા માર્ગ ગામમાં શિવલાલ ઉર્ફ શિવકોલને ત્યાં બાંધેલી છે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા અને ભેંસને ઓળખવાની વાત કહી તો શિવકોલે સ્પષ્ટ ના પાડી દીધી અને દાવો કર્યો કે ભેંસ તેમની છે. જોત જોતામાં બંને પક્ષ વચ્ચે માલિકીને લઈને વિવાદ થઈ ગયો અને આ કેસ ફરી એક વાર માનિકપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. ત્યાર બાદ પોલીસે બંને પક્ષોની દલીલો સાંભળી. ઘણી વાર વાતચીત કર્યા બાદ સમાધાનની કોશિશ કરી પણ પરિણામ શૂન્ય આવ્યું.

ભેંસના માલિકે અનોખી રીત શોધી કાઢી

જ્યારે બંને પક્ષોમાં વાત ન બની તો આરતી પાંડેના પતિ અનિલ કુમાર પાંડેએ એક અનોખી રીત સૂઝાવી. તેમણે કહ્યું કે આ નિર્ણય ખુદ ભેંસ પર છોડી દઈએ તો! તેમણે પોલીસ અને બીજા પક્ષને કહ્યું કે જો ભેંસ કોઈ પણ પ્રેશર વિના પોતાના અસલી માલિકના ઘરે જતી રહે, તો તેને અસલી માલિક માનવામાં આવે. ત્યાર બાદ પોલીસે આ અજીબ પણ રસપ્રદ પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી. ત્યાર બાદ પોલીસે ગામલોકોની હાજરીમાં ભેંસને ઘરથી લગભગ 600 મીટર દૂર ખુલ્લી મુકી દીધી. જેવું બિટ્ટુને છોડવામાં આવી કે તે તરત કોઈ પણ ઓર્ડર સાંભળ્યા વિના ભેંસ સીધી પોતાના અસલી ઘર તરફ દોડવા લાગી, ઘર આવતા અંદર જતી રહી. આ દ્રશ્ય જોઈ પોલીસકર્મી પણ ચોંકી ગયા અને ગામલોકોના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું.

ભેંસના માલિક અનિલ કુમાર પાંડેએ જણાવ્યું કે 1 નવેમ્બરથી તેઓ પોતાની ભેંસને શોધી રહ્યા હતા. પણ આજે ખુદ બિટ્ટુએ સચ્ચાઈ સામે લાવી દીધી. આ અનોખા નિર્ણયથી ન ખાલી વિવાદનું સમાધાન થયું પણ સમગ્ર વિસ્તારમાં આ મામલાની ચર્ચા પણ થવા લાગી. ચિત્રકૂટનો આ અજીબોગરીબ કિસ્સો હવે લોકોને પણ શીખવાડી ગયો કે ક્યારેક ક્યારેક ન્યાય માટે કાયદો જ નહીં પણ એક જાનવર પણ તેના માટે પૂરતું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *