વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ

વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની પછી કિર્તી આઝાદે ટ્રોફીને મંદીરમાં લઈ જવાના મુદ્દે ઉઠાવેલા સવાલ બાદ ઉહાપો મચ્યો હતો, જોકે, આ અંગે જ્યારે ઈશાન કિશનને પૂછવામાં આવ્યું તો તેણે જે જવાબ આપ્યો તે વાયરલ થઈ રહ્યો છે.

ઈશાન કિશને મંદિરમાં ટ્રોફી લઈ જવા અંગે આપેલો જવાબ વાયરલ થયો
ઈશાન કિશને મંદિરમાં ટ્રોફી લઈ જવા અંગે આપેલો જવાબ વાયરલ થયો

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે વર્લ્ડ કપની ટ્રોફી જીતી ત્યારે તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ સૂર્યકુમાર યાદવ ICC ચેરમેન જય શાહ અને કોચ ગૌતમ ગંભીર સાથે ટ્રોફી લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા મંદિરે પહોંચ્યા ત્યારે પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ કિર્તી આઝાદે સવાલ ઉઠાવ્યો હતો. જે સવાલ પર ભારે ઉહાપો મચેલો હતો પરંતુ તેના પર જ્યારે ઈશાન કિશનને પૂછવામાં આવ્યું તો તેણે આપેલો જવાબ વાયરલ થઈ રહ્યો છે. ઈશાન કિશન જ્યારે પટના પહોંચ્યો ત્યારે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા.

બિહાર પહોંચેલા ઈશાન કિશને મીડિયા સાથે વાતચીત કરી તે દરમિયાન જ્યારે તેને પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદના નિવેદન અંગે પૂછવામાં આવ્યું હતું. જે પછી મામલો સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યો છે.

ઈશાન કિશને કહ્યું કે, ભારતીય ટીમ જીતી છે તે ઘણી સારી વાત છે, આ માત્ર અમારા માટે જ નહીં પરંતુ આખા દેશ માટે સારી વાત છે. અમે આશા રાખીએ છીએ કે આગળ પણ આ રીતે ક્રિકેટ રમતા રહીએ અને જીતતા રહીએ. પોતાના પ્રદર્શન અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હું મારા પ્રદર્શનથી ખુશ છું, મને લાગે છે હું જેટલું સારું કરીશ તેનાથી યુવા ખેલાડીઓ છે તેમને પ્રેરણા મળશે.

આ પછી કિર્તી આઝાદના નિવેદન અંગે ઈશાનને સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું, અમે આટલી સરસ રીતે વર્લ્ડ કપ જીતીને આવ્યા છીએ, અમે સારું કર્યું છે, હવે કિર્તી આઝાદ શું બોલ્યા છે તેના પર હું શું કહ્યું? સારો સવાલ કરોને કે વર્લ્ડ કપ કેવો રહ્યો, કેવી મજા આવી? આ પછી તે ત્યાંથી રવાના થઈ ગયો હતો.

કિર્તી આઝાદનો મામલો શું છે?

ભારતીય ટીમ ચેમ્પિયન બની તે પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ ICC ચેરમેન અને કોચ ગૌતમ ગંભીર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જેમાં સૂર્યકુમારના હાથમાં ટ્રોફી પણ હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. જેના પર કિર્તી આઝાદે X પર વિવાદીત પોસ્ટ કરીને મંદિરમાં જવાની બાબતે સવાલ કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *