લ્યો બોલો! ઘઉંના ખેતરમાં પાણીની જગ્યા ઓઈલ ફરી વળ્યું!

લ્યો બોલો! ઘઉંના ખેતરમાં પાણીની જગ્યા ઓઈલ ફરી વળ્યું!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સામાન્ય રીતે ખેતરો પાણીથી સિંચાઈ થતી હોય છે, પરંતુ બહુચરાજીના કનોડા ગામના ખેતરો જોઈ લો. પાણી નહીં પાકમાં ઓઈલ ફરી વળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. હવામાનમાં વારંવાર પલટાને કારણે ગુજરાતના ખેડૂતો પહેલાથી જ પરેશાન છે. ત્યારે મહેસાણાના કનોડા ગામના એક ખેતરમાં ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતા આખા ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. ONGCની બેદરકારીને કારણે પાઇપ લાઇન લીકેજ થતા ખેડૂતના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે. કનોડા ગામના સુષ્માબેન પટેલના ખેતરમાં ઓઇલ ફરી વળતા ઘઉંના પાકમાં નુકસાન થયું છે. આ બેદરકારીને કારણે ખેડૂતનો તૈયાર પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતોના માનવા પ્રમાણે, ખેતરમાં ઓઇલ ફરી વળવાને કારણે આગામી ચારથી પાંચ વર્ષ સુધી આ ખેતરમાં કોઈ પાક નહીં થાય કે જો પાક થશે તો નહીંવત્ થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *